બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે ચાલી રહી હતી માથાકુટ, ઝગડો શાંત કરાવવા વચ્ચે કુદી પડ્યો ડિલિવરી બોય અને ગર્લફ્રેન્ડને ઝુડી નાંખી
કહેવામાં આવે છે કે પ્રેમીઓના ઝઘડામાં વચ્ચે પડવું જોઈએ નહીં. સમજદારી થી બંનેએ જાતે જ મામલાનો ઉકેલ લાવવો જોઈએ. તેમ છતાં પણ અમુક લોકો પોતાના પગ ઉપર કુહાડી મારી લેતા હોય છે. તેઓ અવારનવાર બે પ્રેમીઓની વચ્ચે ચાલ્યા જાય છે, પરંતુ ઘણી વખત આવું કરવું તેમના માટે મુશ્કેલી ભરેલું થઈ જાય છે. કંઈક આવો જ કિસ્સો ઓડિશાનાં ડિલિવરી બોય ની સાથે થયો છે. રસ્તા ઉપર લડી રહેલા પ્રેમી-પ્રેમિકા ને સમજાવવા એક ડિલીવરી બોયને ભારે પડી ગયું હતું. તે પોતાનું કામ છોડીને બંનેને સમજાવવા માટે વચ્ચે કુદી પડ્યો હતો. જોકે ત્યારબાદ કંઈક એવું થયું હતું કે તે યુવતીને મારવા લાગ્યો હતો. હવે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
ભુવનેશ્વર માંથી સામે આવી ઘટના

આ આશ્ચર્યજનક ઘટના ભુવનેશ્વર માંથી સામે આવી છે. અહીંયા પર એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો મજા લઇ રહ્યા છે. વળી અમુક લોકો આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે અને અમુક લોકો ડિલિવરી બોયને મુર્ખ પણ કહી રહ્યા છે. તેનું કારણ બીજું કંઈ નહીં, પરંતુ બીજાની મુસીબત પોતાના માથા ઉપર લેવાનું છે.

હકીકતમાં વીડિયોમાં જોઇ શકાય છે કે એક પ્રેમી-પ્રેમિકા ની વચ્ચે રોડ ઉપર તકરાર થઈ રહી હોય છે. ગર્લફ્રેન્ડ કોઈ વાતને લઈને ગુસ્સામાં હતી. વળી પ્રેમી ઉપર ખુબ જ ગુસ્સો કાઢી રહી હતી. એટલું જ નહીં તે પોતાના પ્રેમીને મારવાની કોશિશ પણ કરી રહી હતી. રસ્તા પર બંને પ્રેમીઓની વચ્ચે જે તમાશો ચાલી રહ્યો હતો તેને લોકો પણ જોઈ રહ્યા હતા.
ઝઘડામાં કુદી ગયો ડિલિવરી બોય
બંને વચ્ચે રોડ ઉપર ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી એક ડિલિવરી બોય પસાર થઈ રહ્યો હતો. તેની નજર પણ બંને ઉપર પડી ગઈ. ત્યારબાદ તે પોતાની ઉપર કાબુ રાખી શક્યો નહીં અને બંને ના ઝગડા વચ્ચે કુદી પડ્યો. પોતાનું કામ છોડીને તે બંનેને સમજાવવા અને શાંત કરવા માટે તેની પાસે ચાલ્યો ગયો.
પોતે યુવતીને મારવા લાગ્યો
ડિલિવરી બોય યુવતીને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ સફળતા મળી શકી નહીં. પ્રેમિકા પહેલાથી જ ગુસ્સામાં હતી. ડિલીવરી બોયે તેનો ગુસ્સો વધારી દીધો. ત્યારબાદ પ્રેમિકા પોતાના પ્રેમી ને બદલે ડિલિવરી બોય ઉપર ભડકી ગઈ અને અપશબ્દો કહેવા લાગી. હવે ડિલિવરી બોય પણ પોતાનો કાબુ ગુમાવી બેઠો.
ત્યારબાદ તો અહીંયા વધારે તમાશો શરૂ થઈ ગયો. ડિલીવરી બોયે યુવતીને રસ્તા ઉપર જ મારવાનું શરુ કરી દીધું. યુવતીની ધોલાઈ ની ઘટના સીસીટીવી કેમેરા એ રેકોર્ડ કરી લીધી. લોકોએ બંનેને અલગ કરવાની કોશિશ કરી, પરંતુ આ ઝઘડો ચાલતો જ રહ્યો. હવે પોલીસે બંને વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Post a Comment