હોટલમાં રોકાયા બાદ રૂમ ખાલી કરતાં સમયે તમે આ ૬ વસ્તુઓને ફ્રી માં પોતાની સાથે ઘરે લઈ જઈ શકો છો
આપણામાંથી મોટાભાગના લોકો એવા હોય છે, જે ચોર ન હોવા છતાં પણ હોટલમાં ક્લેપ્ટોમૈનિયાક જેવો વ્યવહાર કરવા લાગે છે. આપણી વચ્ચે તે ખુબ જ ખોટી ધારણા છે કે જો આપણે રૂમમાં રહેવા માટે પૈસા આપેલા છે તો આપણો તે બધી ચીજો ઉપર હક છે, જે હોટેલના રૂમમાં રહેલી છે. જેના લીધે સામાનને પોતાની બેગમાં એકઠો કરવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ. વળી દરેક ચીજને લઇ જવાની પરવાનગી હોતી નથી. પરંતુ હાં, તમે પોતાની સાથે પાણીની બોટલ ટોયલેટરિજ લઈ જવા માંગો છો તો હોટલ સ્ટાફ તમને તેની પરવાનગી આપે છે. તો ચાલો આ લેખમાં અમે તમને જણાવીએ કે તમે હોટલમાંથી કઈ ચીજોને ફ્રી માં પોતાની સાથે લઈ જઈ શકો છો.

તમે કોઈ જગ્યાએ ટુર પર નીકળો છો અથવા તો બીજા કોઈ શહેરમાં જાઓ છો તો હોટલમાં જરૂરથી રોકાતા હશો. હોટલમાં જરૂરિયાત અને પૈસાના હિસાબથી લોકો રૂમ બુક કરાવે છે. ચાર્જના હિસાબથી તમને સુવિધા આપવામાં આવે છે. તમે પોતાના રૂમમાં પહોંચો છો તો તમને કોમ્પ્લીમેન્ટ્રી નાં રૂપ માં ઘણી બધી સુવિધા આપવામાં આવે છે. તમારા ઉપયોગ માટે ટુથપેસ્ટ, સાબુ, સેવિંગ કીટ વગેરે ઘણું બધું આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી કયા સામાનને તમે પોતાની સાથે લઈ શકો છો?
ટુથપેસ્ટ અને ટુથબ્રશ

અમુક હોટલ એવા હોય છે જ્યાં તમારે પોતાનો ટુથબ્રશ અને ટુથપેસ્ટ ઉપયોગ કરવો પડે છે. પરંતુ મોટાભાગની હોટલમાં મહેમાનોને ફ્રી માં ટુથબ્રશ અને ટુથપેસ્ટ આપવામાં આવે છે અને જ્યારે તમે હોટલમાંથી નીકળો છો તો તમે તેને પોતાની સાથે લઈ જઈ શકો છો. હોટલને તેમાં કોઈ પરેશાની થતી નથી અને આખરે તેમને પરેશાની શા માટે થાય? આ પ્રોડક્ટમાં હોટલનો લોગો લગાવવા આવેલો હોય છે અને તેઓ આવી રીતે પોતાના નામ નો પ્રચાર કરી રહ્યા હોય છે.
શેમ્પુ અને કંડિશનર

આજકાલ ઘણી બધી હોટલ પોતાના રૂમમાં સારી ક્વોલિટી વાળા શેમ્પુ અને કંડિશનર ઉપલબ્ધ કરાવે છે. તે નાની બોટલ ગેસ્ટ ને સ્નાન કરવાની સાથે સાથે આગળની યાત્રા માટે પણ ખુબ જ કામમાં આવે છે. જ્યારે પણ તમે નીકળો તો હોટલના નામના બ્રાન્ડનું શેમ્પુ લઈ શકો છો. તેના માટે તમારે કોઇ ચુકવણું કરવાનું રહેશે નહીં.
બુટ ચંપલ ચમકાવવાની કીટ

તમને હોટલ દ્વારા આપવામાં આવતા કોઈપણ કોમ્પ્લીમેન્ટ્રી શુ શાઈન કીટ તમારી આગળની યાત્રા માટે તમારા પર્સ, ડેસ્ક ડ્રોવર અથવા બ્રિફકેસમાં રાખવા માટે ખુબ જ સારા હોય છે. ગંદા બુટ ચપ્પલ માટે તમે ઘરમાં પણ ટચઅપ કરી શકો છો.
કોફી અને ચા

જો તમારા રૂમમાં કોફીની નાની બેગ અથવા ટી બેગ રહેલ છે, તો તમે પણ તેને પોતાની સાથે લઈ જઈ શકો છો અને જ્યાં પણ તમને કોલ્ડ અથવા હોટ ડિસ્પેન્સર જોવા મળે ત્યાં તમે પોતાને ચા અથવા કોફી બનાવી શકો છો. વળી જો હોટલમાં આર્ટિફિશિયલ સુગરના પેકેટ રહેલા છે, તો તમે તેને પણ પોતાની સાથે લઈ જઈ શકો છો.
બ્રેકફાસ્ટ અને સ્નેક

જો તમને ફ્રી નાસ્તો આપવામાં આવી રહ્યો છે તો તમે તેનો લાભ ઉઠાવો. વળી દરેક હોટલમાં મફતમાં ભોજન આપવામાં આવતું નથી. પરંતુ જો તમને ફ્રન્ટ ડેસ્ક પર અમુક ફ્રી માં ભોજન જોવા મળે છે, તો તમે જરા પણ અચકાયા વગર તેને ઉઠાવી શકો છો.
રેઝર અને શેવિંગ ક્રીમ

ટુથબ્રશ અને ટુથપેસ્ટ ની જેમ આ વસ્તુઓ પણ દરેક રૂમમાં ઉપલબ્ધ હોતી નથી, પરંતુ ઘણી હોટલમાં તે ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે તો તે ફ્રી હોય છે પરંતુ તેના ફ્રી હોવા વિશે તમે હોટલના સ્ટાફને અચકાયા વગર પુછી શકો છો. તમે પોતાની સાથે મફત ટોયલેટરીજ પણ ઘરે લઈ જઈ શકો છો.
Post a Comment