શું તમે રાતે લાઇટ બંધ કર્યા વગર સુવો છો? તો આજથી જ બદલી નાંખજો પોતાની આદત, તેનાથી નુકસાન વિશે જાણતા નહીં હોય તમે

 રાત્રિનાં સમયે લાઇટ બંધ કરીને સુવું ખુબ જ જરૂરી હોય છે. માતા-પિતા બાળકોને બાળપણથી જ આદત પાડવાની કોશિશ કરે છે, પરંતુ અમુક લોકો એવા હોય છે, જેને લાઇટ બંધ કરીને ઊંઘ આવતી નથી અથવા તો ડરને લીધે તેઓ આખી રાત લાઈટ શરુ રાખી ને સુવે છે. લાઈટ શરુ રાખીને ઊંઘ કરવી સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. અમેરિકાનાં ઇલિનોઇસ રાજ્યની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિન નાં વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવેલ છે.

હૃદયની બીમારી અને ડાયાબીટીસ ને આમંત્રણ

આ સ્ટડીમાં જણાવવામાં આવેલ છે કે રાત્રે સુતા સમયે લાઈટ ચાલુ રાખીને સુવાથી હૃદયની બીમારી અને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. લાઈટ શરુ રાખીને સુવાથી હૃદયનાં ધબકારા દિવસના લેવલ જેટલા વધી જાય છે. આવી આ જ સ્થિતિ શરીરમાં રહેલ ઇન્સ્યુલિનની સાથે પણ થાય છે. તે શરીરને ખુબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે.

૨૦ લોકો ઉપર કરવામાં આવી સ્ટડી

આ સ્ટડીમાં ૨૦ લોકોને સામેલ કરવામાં આવેલ હતા. અંદાજે ૧૦ લોકો ૧૦૦ લક્સ (લાઈટ ની તીવ્રતા) એટલે કે મધ્યમ લાઇટમાં રાખવામાં આવેલ હતા. ૧૦ લોકોને ૩ લક્સ (મંદ રોશની) તીવ્રતા વાળી લાઈટ માં રાખવામાં આવેલ હતા. થોડા દિવસો બાદ જ્યારે તેમની તપાસ કરવામાં આવી તો બન્ને ટીમોમાં ખુબ જ મોટું અંતર જોવા મળ્યું હતું.

સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

સ્ટડીમાં સામે આવ્યું હતું કે જે લોકોને ૧૦૦ લક્સ લાઈટ ની તીવ્રતા માં રાખવામાં આવેલ હતા, તેમના હૃદયનાં ધબકારા ૩ લક્સ માં સુવાવાળા લોકો કરતાં વધી ગયા હતા. આવું એટલા માટે થયું કારણ કે સુતા બાદ આપણી નર્વસ સિસ્ટમ રાતમાં પણ એક્ટિવ રહે છે. જે થોડી સી આહટ અથવા રોશની મેળવીને તીવ્ર બની જાય છે. રોશનીમાં સુવાવાળા લોકોનું ઇન્સ્યુલિન પણ ૧૫ ટકા સુધી વધી જાય છે. હળવી રોશનીમાં સુવાવાળા લોકોના ઇન્સ્યુલિનમાં ૪ ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો.

આ વાતોનું રાખો વિશેષ ધ્યાન

નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સ્લીપ મેડિસિનનાં પ્રમુખ ડોક્ટર ફાઇલિસ જી નાં જણાવ્યા અનુસાર જો આપણે એવી લાઇટમાં ઊંઘ કરીએ છીએ, જેનાથી આપણે સરળતાથી ચીજો ને જોઈ શકીએ છીએ, તો તે શરીર માટે ઘાતક છે. લાઇટ વગર અથવા હળવી લાઇટમાં સુવું શરીર માટે યોગ્ય છે.