ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ પાન, થોડા સમયમાં જ ઓછું થઈ જશે બ્લડ શુગર
ડાયાબીટીસ એક ગંભીર સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઇલાજ નથી. તેમાં દર્દીનું બ્લડ શુગર વધી જાય છે, જેનાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ રાખવું ખુબ જ જરૂરી છે. તેના માટે શુગરનાં દર્દીઓએ હેલ્ધી ડાયટ લેવી જરૂરી હોય છે. બ્લડ શુગર દવાઓની સાથે અમુક ઘરેલુ ઉપાયો દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે.
બ્લડ શુગરને કંટ્રોલ માં રાખવા માટે જડીબુટ્ટીઓ ખુબ જ પ્રભાવી હોય છે અને આવી જ એક જડીબુટ્ટી છે સરગવા નાં પાન. આ લીલા પાન વાળું વૃક્ષ તમને કોઈપણ જગ્યાએ મળી શકે છે. તેના ઉપર આવતા ફળ માંથી શાક પણ બનાવવામાં આવે છે. તેના પર નાના લીલા પાન અને ગુચ્છામાં સફેદ રંગના ફુલ આવે છે. દક્ષિણ ભારતમાં સાતમા મોટા ભાગે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ વૃક્ષના ફળ, પાન અને ફુલ બધા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી હોય છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન પ્રકાશિત એક અધ્યયન અનુસાર સરગવાનો ઉપયોગ ખાવાની સાથે સાથે પારંપરિક ચિકિત્સામાં પણ કરવામાં આવે છે. તેમાં એન્ટી હાઇપરગ્લાઇસેમીક, એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને લિપિડ ને કંટ્રોલ કરવા વાળા ગુણ મળી આવે છે.
ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરે છે સરગવાનાં પાન

સરગવાનાં પાન માં ક્વેરસેટિન હોય છે, જે એક એન્ટીઓક્સિડેન્ટ છે. જે બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે. સરગવાનાં પાનમાં મળી આવતાં ક્લોરોજેનિક એસિડ શરીરમાં શુગર ને યોગ્ય રીતે જાળવી રાખવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનને પણ પ્રભાવિત કરી શકે છે.
સરગવા નાં પોષક તત્વ

સરગવાનાં ૧૦૦ ગ્રામ કાચા પાનમાં ૯.૮ ગ્રામ પ્રોટીન હોય છે. તેના ફળ અને બીજ ફોલિક એસિડ અને વિટામિન સીથી ભરપુર હોય છે. તે વિટામિન-એ નો ખુબ જ સારો સ્ત્રોત છે. તેના ફળ અને પાન બી-કોમ્પલેક્સ વિટામિન જેવા કે ફોલેટ, વિટામિન બી-૬, રાઇબોફ્લેવિન, પેન્ટોથેનીક એસીડ અને નિયાસિન જેવા તત્વ મળી આવે છે.
સરગવા નાં અન્ય લાભ
સરગવા નાં એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણ કબજિયાત, ગેસ અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવા પાચન વિકારોને રોકવામાં મદદ કરે છે. કારણ કે તે વિભિન્ન રોગજનકોનાં વિકાસને રોકે છે.
કેવી રીતે કરવો સરગવાનો ઉપયોગ

તમે સરગવાના પાન અને બીજનું સેવન ત્રણ અલગ અલગ રીતે કરી શકો છો. કાચા પાન, પાવડર અથવા જ્યુસ નાં રૂપમાં. તમે ગરમ પાણીમાં અમુક પાનને ઉકાળીને ઉપયોગ કરી શકો છો. સ્વાદ માટે લીંબુ અને મધ પણ ઉમેરો અને ચા ની જેમ તેનું સેવન કરો. બીજો ઉપાય એ છે કે તમે તેના પાનને શાકમાં ઉમેરી શકો છો અથવા તો તેના ફળનું શાક બનાવી શકો છો. ત્રીજો ઉપાય છે કે તમે દરરોજ તેના અમુક પાન ચાવી શકો છો.
Post a Comment