પથારીમાં બેસીને ભોજન કરવાથી ક્રોધિત થઈ જાય છે માં લક્ષ્મી, તમારી તિજોરી થઈ જશે ખાલી

 શાસ્ત્રો અનુસાર પથારી ઉપર બેસીને ભોજન કરવું બિલકુલ અયોગ્ય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે સ્થાન પર આપણે ઊંઘ કરીએ છીએ તે સ્થાન ઉપર બેસીને ક્યારે પણ ભોજન કરવું જોઇએ નહીં. તેનાથી અન્નનું અપમાન થાય છે અને ઘરમાંથી બરકત ચાલી જાય છે. જો કે શાસ્ત્રોની વાત તો દરેક વ્યક્તિ માનતા નથી, કારણ કે આજના મોર્ડન જમાનામાં તેને અંધવિશ્વાસ કહેવામાં આવે છે. પરંતુ આ જુના રિવાજોને માનવા વાળા લોકો તો માને છે અને પાલન પણ કરે છે.

હકીકતમાં શાસ્ત્રો અનુસાર પથારી ઉપર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં ધનની કમી થવા લાગે છે. એટલું જ નહીં પથારી ઉપર બેસીને ભોજન કરવાથી ફક્ત ધનહાનિ નથી થતી, પરંતુ તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. તેનાથી તમે ઘણી બધી બીમારીઓથી ઘેરાય શકો છો. વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર તારી સાથે જોડાયેલી અમુક એવી ચીજો જણાવવામાં આવેલ છે, જેને કરવાથી આપણને ધનહાનિ સહિત ઘણી પરેશાનીઓ સહન કરવી પડે છે. બની શકે છે કે આપણે પોતાના રોજિંદા જીવનમાં આ બધી ભુલ કરી રહ્યા હોય અને પરેશાની પણ સહન કરી રહ્યા હોય, તો તેને જલ્દી સુધારી લો. તો ચાલો તમને વાસ્તુશાસ્ત્રના અમુક રહસ્ય વિશે જણાવીએ.

બેડ ઉપર ભુલથી પણ ભોજન કરવું નહીં

ઘણા લોકો પોતાના બેડ ઉપર બેસીને ભોજન કરતા હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર બેડ ઉપર બેસીને ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં. કારણ કે તે ખુબ જ નુકસાનકારક હોય છે. પથારી ઉપર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. કહેવામાં આવે છે કે તેનાથી અન્નનું અપમાન થાય છે. આપણે જે સ્થાન પર સુઈએ છીએ તે સ્થાન પર ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં. નહીંતર ઘરમાંથી બરકત હંમેશા માટે ચાલી જાય છે અને તેની સાથોસાથ ઘણી બીમારીઓ પણ મનુષ્યને ઘેરી લેતી હોય છે.

પથારી તે સ્થાન હોય છે જ્યાં વ્યક્તિ આરામ કરે છે. ભોજન હંમેશા બેસીને કરવામાં આવે છે અને ભોજન કરવા માટે એક આસન હોય છે. જો તે આસનમાં બેસીને ભોજન ન કરવામાં આવે તો ભોજન યોગ્ય રીતે પચતું નથી અને તેનો યોગ્ય સ્વાદ પણ મળતો નથી. જો બેડ ઉપર બેસીને ભોજન કરવામાં આવે તો તે યોગ્ય રીતે પચતું નથી.

પથારી ઉપર ઉઠવા બેસવાથી કપડામાં ચોંટી ગયેલા કીટાણું બેડશીટ અને ઓશિકા માં ચોટી જાય છે. એટલું જ નહીં તે એટલા સુક્ષ્મ હોય છે કે તેને સરળતાથી જોઇ શકાતા નથી. એટલા માટે કહેવામાં આવે છે કે સુતાં પહેલાં કરીને યોગ્ય રીતે સાફ કરી લેવી જોઇએ. પરંતુ જો તે પથારી ઉપર બેસીને જ્યારે તમે ભોજન કરો છો તો એ જ કીટાણુ ઉડીને તમારા ભોજનમાં મળી શકે છે અને તમારા પેટમાં પહોંચી શકે છે અને બીમારીનું કારણ બને છે.

બની શકે તો ભોજન હંમેશા જમીન ઉપર બેસીને કરવું જોઈએ. હકીકતમાં ભોજન કરતાં સમયે શરીરમાંથી જે ગરમી નીકળે છે તે પથારી ઉપર બેસીને ભોજન કરતા સમયે આપણા શરીરની અંદર રહી જાય છે. વળી જો જમીન ઉપર બેસીને ભોજન કરવામાં આવે તો તે ગરમી જમીનની ઠંડક સાથે મળવાથી તેમાં પ્રવેશ કરે છે.

જો તમે ભોજન યોગ્ય આસનમાં બેસીને કરતા નથી તો તમને લિવર સાથે જોડાયેલી ઘણી બીમારીઓ ગેસ, કબજીયાત અને ભોજન ન પચવાની બીમારી થઇ શકે છે. હકીકતમાં ઉતાવળમાં મહિલાઓ ઊભા રહીને ભોજન કરી લેતી હોય છે. પરંતુ આવું કરવું જોઈએ નહીં. ભોજન હંમેશા બેસીને યોગ્ય રીતે કરવું જોઈએ. ભોજન કરતાં સમયે પ્લેટને પણ હાથમાં રાખવી જોઈએ નહીં. આવું કરવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી.

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ પથારી ઉપર બેસીને ભોજન કર્યા બાદ એઠાં વાસણ પથારી માં છોડી દેતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે વધારે હાનિકારક છે. કારણ કે એઠાં વાસણમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

જે લોકો પથારી ઉપર બેસીને ભોજન કરે છે અને ટીવી જોઈને ભોજન કરતા હોય છે, તેમના શરીરમાં ભોજન ક્યારે પણ અસર કરતું નહીં. કારણ કે ભોજન હંમેશા શાંતિથી બેસીને ધીરે-ધીરે ચાવીને અને સ્વાદ લઈને કરવું જોઈએ, તો જ ભોજન આપણા શરીરમાં અસર કરે છે.