તમે ગમે એટલી કોશિશ કરી લો, ઊંચે થી નીચે પડશો તો પણ આ ૫ કામ કરવા અશક્ય છે, કોઈ જ નથી કરી શકતું, વિશ્વાસ ન આવે તો ટ્રાઇ કરી જુઓ
આપણા બધા લોકોની ક્ષમતા એકસરખી નથી હોતી. પરંતુ જોવામાં આવે તો અમુક લોકોમાં એવી ક્ષમતા હોય છે, જે કોઈપણ વ્યક્તિને આશ્ચર્યચકિત કરી શકે છે. ૯૯% લોકો સરળતાથી આ કામ કરી શકતા નથી, પરંતુ અમુક ૧% વિશેષ લોકો એવા હોય છે, જે આવા કાર્ય કરવામાં સક્ષમ હોય છે, તો ચાલો જાણીએ કે એવા કાર્યો કર્યા છે.
પોતાની જીભ થી પોતાના નાક ને સ્પર્શ કરવો

આવું કરવું સામાન્ય રીતે કોઈ વ્યક્તિ માટે શક્ય નથી. કોઇ પણ સામાન્ય વ્યક્તિની જીભ ની લંબાઈ એટલી વધારે હોતી નથી કે જેનાથી તે પોતાના નાક ને સ્પર્શ કરી શકે. જો કે આવું કરવું અશક્ય નથી કારણ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે, જેની જીભ સામાન્ય કરતા વધારે લાંબી હોય છે. આવા લોકો જે બધી નાકને સ્પર્શ કરવાનું કામ સરળતાથી કરી લેતા હોય છે.
આંગળી વાળી ટ્રીક

મુશ્કેલ કામ કરવાનો જો તમને શોખ છે તો આ કામ કદાચ તમારા માટે જ બનેલું છે. આંગળી ની એક એવી ટ્રિક વિશે અમે તમને જણાવીશું, જે ભાગ્યે જ તમે કરી શકશો. સૌથી પહેલા પોતાની વચ્ચેની આંગળીને હથેળી તરફ વાળીને કોઈ પ્લેન જગ્યા ઉપર રાખો. ત્યારબાદ પોતાનો અંગુઠો ઉઠાવો અને સૌથી નાની આંગળી ઉઠાવો અને સાથોસાથ પોતાની તર્જની આંગળીને પણ ઉઠાવો. ત્યારબાદ તમારે પોતાની રીંગ ફિગર એટલે કે અનામિકા આંગળીને ઉઠાવવાની કોશિશ કરવી. અમારો વિશ્વાસ કરો, તમે ગમે તેટલા હોશિયાર હોય પરંતુ આવું તમે બિલકુલ કરી શકશો નહીં.
પાંપણ બંધ કર્યા વગર છીંક ખાવી

જો કે સાંભળવામાં આ કાર્ય એટલું મુશ્કેલ લાગતું નથી. પરંતુ તમે એક વાત જાણી લો કે આજ સુધી આ કામ કોઈ કરી શક્યું નથી. જો તમે મુશ્કેલ કામ કરવામાં હોંશિયાર છો તો તમે ટ્રાય કરી જુઓ. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમે ગમે એટલી કોશિશ કરી લેશો તો પણ આ કામ કરી શકશો નહીં. એક વખત ટ્રાય કરી લો. કદાચ તમે સફળ બની જાઓ.
પોતાની જીભથી પોતાની કોણી ને ટચ કરવું

આ કામ વિશે સાંભળીને લોકોને એવું લાગી રહ્યું હશે કે આ વળી મુશ્કેલ કામ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે આ સાંભળવામાં અને વાંચવામાં જેટલું સરળ લાગે છે, એટલું સરળ નથી. જો તમે પણ પોતાની જીભથી પોતાની કોણી ને સ્પર્શ કરવાની કોશિશ કરશો તો ભાગ્યે જ તમે આ કામમાં સફળ બની શકશો. આ કામ લગભગ અશક્ય છે. જો વિશ્વાસ ન આવતો હોય તો એક વખત ટ્રાય કરી જુઓ.
પોતાને ગદગદિયા કરવા

મોટાભાગના લોકો માટે પોતાને ગદગદિયા કરવા અશક્ય છે. તમે ગમે એટલી કોશિશ કરી લો, પરંતુ કંઈ થશે નહીં. તમારું મગજ તેને નિયંત્રિત કરે છે, જે તમને ગદગદિયા કરવાની ભાવનાનું કારણ બને છે અને તેને પ્રભાવિત કરે છે.
પોતાના કાન હલાવવા

તમે પોતાના કામને હાથની મદદ વગર હલાવવા એટલા જ મુશ્કેલ છે જેટલું એક નેણ ને હલાવવું મુશ્કેલ છે. પરંતુ તે સંપુર્ણ રીતે અશક્ય નથી.
પોતાની મુઠ્ઠીને પોતાના મોઢામાં રાખવી

મોટાભાગના લોકો માટે પોતાની મુઠ્ઠી પોતાના મોઢામાં રાખવી ખુબ જ મુશ્કેલ કામ છે. જો વિશ્વાસ ન આવતો હોય તો કોશિશ કરીને જોઈ લો.
શ્વાસ લેતા સમયે વાત કરવી

જો તમે વાત કરી રહ્યા છો તો પોતાના નાકથી શ્વાસ લેવાની કોશિશ કરો. આ ખુબ જ મુશ્કેલ કામ છે. આવું કામ અમુક ટકા લોકો જ કરી શકે છે.
Post a Comment