રાતે સુતા પહેલા કરી લો આ જ્યુસનું સેવન, થોડા દિવસોમાં જ તમે પાતળા અને સ્લીમ બની જશો

 આજનાં સમયમાં મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. દરેક લોકો હાલમાં પાતળા બનવા અને સુંદર દેખાવા માંગે છે, પરંતુ વધી રહેલું વજન તેની સુંદરતા ઉપર કાળા ધાબા સમાન હોય છે. સારામાં સારા સુંદર દેખાતા લોકો પણ વધી ગયેલા વજનને લીધે કદરૂપા દેખાવા લાગે છે. સ્થુળતાની સમસ્યા ખોટી ખાણી પીણી ને લીધે ઊભી થતી હોય છે. આજના સમયમાં લોકો સમયને કમી હોવાને લીધે બહારના ભોજન ઉપર વધારે નિર્ભર રહેતા હોય છે.

બહારનું ભોજન કરવાથી વધે છે વજન

બહારની ખાણીપીણીમાં તેલ અને મસાલા વધારે હોય છે, જેના લીધે વ્યક્તિ ખુબ જ જલ્દી સ્થુળતાનો શિકાર બની જાય છે. જો તમે પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આજે અમે તમારા માટે એક એવું જ ચમત્કારિક જ્યુસ લઇને આવ્યા છીએ, જેનું દરરોજ એક ગ્લાસ સેવન કરવાથી તમે થોડા દિવસોમાં જ પાતળા બની જશો.

તમારે આ ચમત્કારિક જ્યુસનું સેવન રાત્રે સુતા પહેલા કરવાનું રહેશે. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ, કાકડીનાં જ્યુસની. તે તમારા પેટને સાફ કરે છે અને સાથોસાથ તમારા શરીરમાં ચરબીની માત્રા ને વધવા દેતું નથી. તેમાં કેલરી ખુબ જ ઓછી માત્રામાં મળી આવે છે, જે તમને પાતળા બનાવવામાં મદદ કરે છે.

જ્યુસ બનાવવાની સામગ્રી

૨ કાકડી, ૨ ચમચી લીંબુનો રસ, આદુનો એક નાનો ટુકડો, ૨ ચમચી ખાંડ, ૧ નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર, ૩-૪ ફુદીનાનાં પાન, મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત

કાકડી ને ધોઈને સૌથી પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો. કાકડીની છાલ ઉતાર્યા વગર તેને જ્યુસર માં નાખી દો. તેની સાથે જ આદુ અને ફુદીનાનાં પાનને પણ જ્યુસર માં ઉમેરી દો અને તેનું જ્યુસ કાઢી લો. ત્યારબાદ તેમાં ખાંડ, લીંબુનો રસ, જીરા પાવડર અને મીઠું ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તમારું જ્યુસ સેવન કરવા માટે તૈયાર છે. તમારે આ જ્યુસનું સેવન દરરોજ રાત્રે સુતા પહેલા કરવાનું રહેશે. થોડા દિવસોમાં જ તમારું બહાર નીકળી ગયેલું પેટ અંદર ચાલ્યું જશે.