જીમમાં જવાની પણ જરૂર નથી, ઘરમાં જ રહેલા મફતનાં આ ૪ ડ્રિંક તમારું વજન ઓગળીને તમને સ્લીમ અને ફિટ બનાવી દેશે
આજનાં સમયમાં લોકોની ફિઝિકલ ઍક્ટિવિટી ખુબ જ ઓછી થઇ ગઇ છે, જેના કારણે તેમની પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. ઘણી વખત તેનાથી છુટકારો મેળવવા માટે તમામ કોશિશો નિષ્ફળ સાબિત થાય છે. તેવામાં અમુક ખાસ ડ્રિંક દ્વારા તમે પોતાના શરીર પર જામી ગયેલી ચરબી અને વધતા વજનને ઓછો કરી શકો છો.
પાણી અને તુલસીનાં બીજ

તુલસીનાં પાનનાં ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ છોડનાં બીજ પણ ન્યુટ્રિયન્ટ્સ થી ભરપુર હોય છે. તેવામાં વિટામિન, એ બી અને કે સિવાય કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન અને ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે. તુલસીનાં બીજને પાણીમાં ઉમેરીને પીવાથી ફેટ બર્ન ની પ્રોસેસ માં વધારો થાય છે અને વજન ઘટવા લાગે છે.
છાશ

છાશ એક શ્રેષ્ઠ વેઇટ લોસ ડ્રિંક માનવામાં આવે છે. તેનું એક દિવસમાં અંદાજે ૩ વખત સેવન કરી શકાય છે. તે શરીરની ગરમીને ઓછી કરે છે, તે ડાયજેશન ઓછું કરવા અને મેટાબોલિઝમ બુસ્ટ કરવા સિવાય શરીરમાં જામી ગયેલી ચરબીને તોડવામાં મદદગાર સાબિત થાય છે.
ગરમ પાણી અને લીંબુ

જો તમે સવારે ભુખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણી માં લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરો છો તો તેની સીધી અસર તમારા વધી રહેલા વજન ઉપર પડે છે. તેનાથી મેટાબોલિઝમ શ્રેષ્ઠ થાય છે અને ડાયજેશન પણ ખુબ જ સારું રહે છે.
કોફી

કોફીને સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી, કારણ કે તેમા રહેલ કેફીન બ્લડપ્રેશર વધારે છે. પરંતુ જો તમે બ્લેક કોફીનું સેવન કરો છો તો તે વજન ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થઇ શકે છે. સવારે ખાંડ વગરની બ્લેક કોફી પીવાથી ફેટ બર્ન થાય છે. જોકે તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ.
Post a Comment