ઉંમરનાં હિસાબથી દિવસમાં કેટલી કલાક ઊંઘ કરવી જોઈએ? જો પુરતી ઊંઘ નહીં કરો તો દિમાગ થઈ જશે ઠપ્પ
બધા લોકો જાણે છે કે ઊંઘ કરવી શરીર માટે કેટલી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ ઉંમરમાં કેટલી કલાક ઊંઘ કરવી જોઇએ. કારણ કે ઓછી ઊંઘ પ્રાપ્ત કરવાથી દિમાગ ઠપ્પ થવા લાગે છે અને ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે, જેના વિશે અમે આ આર્ટિકલમાં જણાવીશું. તો ચાલો જાણીએ કે ઊંઘ આપણા માટે શા માટે જરૂરી છે અને આપણે કેટલી કલાક ઊંઘ કરવી જોઈએ.
પર્યાપ્ત ઊંઘ કરવી શા માટે જરૂરી છે?

ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર ઊંઘ દરમિયાન આપણું શરીર દિમાગ અને શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. પર્યાપ્ત ઊંઘ કરવાથી શરીરમાં રહેલ વિભિન્ન સેલ્સ રિપેર થાય છે અને તણાવ ઓછો થાય છે. સાથોસાથ હૃદયના રોગો અને ડાયાબિટીસ માં રાહત મળે છે. વળી પર્યાપ્ત ઊંઘ લેવાથી યુવાનોમાં વિકાસ ઝડપથી થાય છે.
ઓછી ઊંઘ લેવાથી શું-શું નુકસાન થાય છે?
જો તમે એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયેટ ઉપર ધ્યાન આપો છો, પરંતુ પર્યાપ્ત ઊંઘ લેતા નથી તો તમારી બધી જ મહેનત નકામી જઈ શકે છે. કારણ કે ઓછી ઊંઘ લેવાથી તમને અમુક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે –
દિવસમાં ઊંઘ આવવી

- આળસ
- કમજોરી યાદશક્તિ અથવા ભુલી જવું
- એલર્ટનેસમાં કમીને કારણે એક્સિડન્ટનો ખતરો
- ધ્યાન લગાવવામાં કમી
- સ્થુળતા, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ખતરો
- કમજોર ઇમ્યુન સિસ્ટમ
- યુવાનીમાં ડાર્ક સર્કલ અને ચહેરા પર વૃદ્ધત્વનાં લક્ષણ
ડોક્ટરોનું કહેવું છે કે જો ફરિયાદ ઉંઘ લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો કોઈ ન્યુરોલોજીસ્ટ ની સલાહ અવશ્ય લેવી જોઇએ.
ઉંમરનાં હિસાબથી કેટલા કલાક ઊંઘ જરૂરી છે?

- ૬ થી ૧૪ વર્ષના બાળકો – ૯ થી ૧૧ કલાક ઊંઘ જરૂર લેવી.
- ૧૪ થી ૧૭ વર્ષના કિશોર – ૮ થી ૧૦ કલાક જરૂર ઊંઘ લેવી.
- ૧૮ થી ૬૪ વર્ષના વયસ્ક – ૭ થી ૯ કલાક જરૂર ઊંઘ કરવી.
- ૬૫ વર્ષથી વધારે ઉંમરનાં – ૬ થી ૮ કલાક જરૂર ઊંઘ પ્રાપ્ત કરો.
જો તમે ઉપર આપવામાં આવેલા સમયથી વધારે સમય સુધી ઊંઘ કરો છો તો તેનાથી તમને કોઇ વધારાનો ફાયદો મળશે નહીં, પરંતુ તમને આળસ અને થાક મહેસુસ થઇ શકે છે.
શું દિવસના સમયે ઉંઘ કરવી ફાયદાકારક છે?

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઘણા શોધમાં થયેલા રિસર્ચ અનુસાર દિવસમાં અંદાજે ૧૦ મિનિટ પાવર નૅપ લેવાથી તમારા પરફોર્મન્સમાં સુધારો આવે છે, પરંતુ તેનું કોઈ પણ પ્રમાણ આપણી પાસે નથી. અમુક લોકો નાઇટ શિફ્ટ ને લીધે દિવસમાં સુતા હોય છે, તો બોડી ક્લોક આપમેળે એડજસ્ટ થઈ જાય છે. બસ તમારી ઉંમરના હિસાબથી પર્યાપ્ત ઊંઘ કરવી જરૂરી છે, નહીંતર તમારા શરીરની સાથે-સાથે દિમાગ પણ ઠપ્પ થવા લાગશે.
Post a Comment