દુનિયાનો સૌથી પહેલો મેસેજ આજે પણ આ મોબાઈલમાં સેવ કરેલો છે, એમાં એવું લખેલું છે કે તેની કિંમત ૨ કરોડ રૂપિયા છે

 દુનિયાનાં પહેલા ટેક્સ્ટ મેસેજ ની હરરાજી કરવામાં આવી રહી છે. વોડાફોનનાં એક કર્મચારીએ સૌથી પહેલો મેસેજ ૧૯૯૨માં મોકલ્યો હતો. તેણે પોતાના સહકર્મીને આ મેસેજ મોકલ્યો હતો અને તેમાં ક્રિસમસની શુભકામનાઓ આપેલી હતી. હવે આ મેસેજ ની હરાજી અંદાજે ૨ કરોડ રૂપિયામાં થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટિશ પ્રોગ્રામર નીલ પાપવોર્થ દ્વારા ૨૯ વર્ષ પહેલા ૩ ડિસેમ્બર, ૧૯૯૨નાં રોજ દુનિયાનો પહેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. હવે ટેલિકોમ કંપની વોડાફોન આ મેસેજ ની હરાજી કરવા જઈ રહી છે. આ મેસેજ ની હરાજી પેરિસમાં કરવામાં આવશે.

ટેલિકોમ કંપની વોડાફોન નિલ પાપવોર્થ એક ડેવલપર અને ટેસ્ટ એન્જિનિયર હતા. આ દરમિયાન તેમણે આ એસએમએસને કોમ્પ્યુટરથી પોતાના સહકર્મી રિચર્ડ જારવીસ ને મોકલ્યો હતો. વર્ષ ૧૯૯૨માં રિચાર્ડ જારવીસ કંપનીનાં ડાયરેક્ટર હતા. પાપવોર્થ દ્વારા આ મેસેજ ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલવામાં આવ્યો હતો.

નીલ પાપવોર્થ દ્વારા વર્ષ ૨૦૧૭માં એક કાર્યક્રમ દરમ્યાન આ બાબતમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેમણે આ મેસેજ મોકલ્યો હતો ત્યારે વિચાર્યું ન હતું કે તેઓ આટલા ફેમસ થઈ જશે. તેમણે બાળકોને જાણકારી આપી હતી કે તેમણે દુનિયા નો સૌથી પહેલો મેસેજ મોકલ્યો હતો.

વોડાફોન દ્વારા મેસેજ ની હરાજી નાં પૈસાનું શું કરવામાં આવશે તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે હરાજીમાંથી જે પણ રકમ મળશે તેને યુએનએચસીઆર-યુએન રેફયુઝી એજન્સિ ને આપી દેવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે ૧૯૯૯૨નાં વર્ષમાં પહેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૫ સુધી ફક્ત ૦.૪ ટકા લોકો જ સરેરાશ દર મહિને મેસેજ મોકલતા હતા.

પરંતુ હવે તો લોકો મોટાભાગની વાતો મેસેજ ઉપર જ કરી લેતા હોય છે. કારણ કે લોકોની પાસે આ ભાગદોડ ભરેલા જીવનમાં વાત કરવાનો પણ સમય હોતો નથી.