મૃત્યુનાં ૧ કલાક પહેલા મનુષ્યને મળે છે આ ૭ સંકેત, શ્રીકૃષ્ણએ ગરુડને જણાવેલ હતું આ સૌથી મોટું રહસ્ય
મૃત્યુનો ભય કદાચ આ સૃષ્ટિનો સૌથી મોટો ભય છે. દરેક વ્યક્તિને આ ડર પરેશાન કરતો રહે છે કે આજ નહીં તો કાલે તેણે આ મોહ માયાનાં બંધનને તોડીને જવું પડશે. તે સમય ક્યારે અને કેવી રીતે આવશે તે કોઈ જાણતું નથી. જે સમયે મનુષ્ય આ ભૌતિક સંસારમાં જન્મ લે છે તે સમયે તેમના મૃત્યુનો સમય, તારીખ અને કારણ બધું નિશ્ચિત થઈ જાય છે. તમે કહી શકો છો કે જન્મનાં સમયથી જ મૃત્યુની ઉલટી ગણતરી શરૂ થઇ જાય છે. મૃત્યુ એક એવો વિષય છે, જે હંમેશા થી મનુષ્યના દિમાગ માટે જિજ્ઞાસાનું કેન્દ્ર રહેલ છે. મૃત્યુ પહેલા થનાર આભાસ મૃત્યુ બાદ આત્માની યાત્રા, પુનર્જન્મ અને પુનર્જન્મનું સત્ય વગેરે અમુક એવા સવાલ છે, જે દરેક લોકોને પરેશાન કરે છે.

વિજ્ઞાન તો આજે મૃત્યુ અને તેની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે, પરંતુ આપણા પુરાણોમાં મૃત્યુ સાથે જોડાયેલ લગભગ દરેક રહસ્ય ઉજાગર કરવામાં આવેલ છે. ગરુડ પુરાણ, જેનો સંબંધ જીવનથી લઈને મૃત્યુ અને ત્યારબાદ આત્માના સફર સુધી રહેલો છે અને તે સિવાય એવા ઘણા ગ્રંથ છે, જેમાં મૃત્યુ ના રહસ્યો ઉજાગર કરવામાં આવેલ છે. આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા મૃત્યુનાં રહસ્યનો વિશે જણાવીશું, જેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે.

મૃત્યુ એક એવી હકીકત છે જેને ક્યારેય પણ આપણે નકારી શકતા નથી. ધરતી પર જન્મ લીધો છેમ તેણે એક દિવસ અહીંથી જવું પડશે. વળી મૃત્યુ વિશેની કોઈ ભવિષ્યવાણી કરી શકતું નથી. પરંતુ કુદરત મનુષ્યને અમુક એવા સંકેત આપે છે, જેનાથી આપણને મૃત્યુનો અંદાજો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે તે સંકેત ક્યાં છે જેના ઉપરથી તમે પોતાના અંત સમય વિશે જાણી શકો છો.
મૃત્યુનો સમય નજીક આવવા પર વ્યક્તિની આંખો ની રોશની ધીરે-ધીરે ઓછી થવા લાગે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણ અનુસાર મરનાર વ્યક્તિને આકાશમાં ચંદ્રમા તિરાડ જોવા મળે છે, તે નકારાત્મકતાનું પ્રતીક હોય છે.

વળી જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે તો તે પોતાના નાક ને જોવામાં અસમર્થ બની જાય છે. કારણ કે તેની ગરદન જકડાઇ જાય છે અને તે ઝુકી શકતો નથી. પુરાણો અનુસાર જ્યારે વ્યક્તિ નો અંત સમય આવે છે તો તેને પોતાની આસપાસ અમૃત પરિજનો હોવાનો અહેસાસ થવા લાગે છે. કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ છેલ્લા શ્વાસ લઇ રહ્યો હોય ત્યારે તેના થોડા સમય પહેલાં વ્યક્તિની આંખો ઉપર તરફ વળવા લાગે છે.
ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિને સુરજ અને ચંદ્ર ની રોશની ન જોવા મળે અને તેને દરેક સમયે આગ હોવાનું ભ્રમ થાય તો સમજી લો કે વ્યક્તિ નો અંત નજીક છે. આવા સમયમાં વ્યક્તિને આકાશનો રંગ લાલ દેખાય છે. તેને રંગ ભ્રમ થઈ જાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિનાં છેલ્લા સમયમાં તેનો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. તેનો પડછાયો તેલ, પાણી અથવા પ્રકાશમાં દેખાતો નથી. રિસર્ચ અનુસાર મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિના શરીરમાંથી અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે. કારણ કે મૃત્યુના ૬ મહિના પહેલાં જ વ્યક્તિનું નાક, મોઢું અને જીભ પથ્થરની જેમ કઠણ બનવા લાગે છે.
માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તો તેને પોતાના બધા જ સારા અને ખરાબ કર્મો યાદ આવવા લાગે છે અને આ દરમિયાન તેને પસ્તાવો પણ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર જે લોકો જીવનમાં સારા કર્મ કરે છે તેમને જીવનનાં છેલ્લા સમયમાં એક સુવર્ણ પ્રકાશ જોવા મળે છે.
Post a Comment