છેલ્લા ૫ દિવસમાં ભડકો થઈ ગયા ૪ ઇલેક્ટ્રિક સ્કુટર, જાણો ક્યાં કારણથી લાગી રહી છે આગ અને કેવી રીતે તેનાથી બચી શકાય

 પાછલા અંદાજે પાંચ દિવસમાં ઓછામાં ઓછા ચાર એવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ટુ-વ્હીલર ઈલેક્ટ્રીક માં આગ લાગી હોય. તેમાં ઓલા, ઓકીનોવા અને પ્યોર ઇવી જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કુટર સામેલ છે. આ ઘટનામાં સુરક્ષા પર એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે. ઇલેક્ટ્રિક વ્હિકલ લિથિયમ આયન બેટરીથી ચાલે છે, જેનો ઉપયોગ મોબાઇલ, લેપટોપ, સ્માર્ટફોન વગેરે માં થતો હોય છે. તે ખુબ જ હળવી અને વધારે ઇફેક્ટિવ હોય છે, પરંતુ તેમાં રિસ્ક પણ ખુબ જ વધારે છે.

શું હોય છે લિથિયમ આયન બેટરી?

લિથિયમ આયન બેટરી સૌથી વધારે લોકપ્રિય બેટરી છે, જેનાથી લોકોને ઉપયોગમાં આવતા લાખો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઊર્જા મળે છે. એક લિથિયમ આયન બેટરીમાં એનોડ, કેથોડ, સેપરેટર, ઇલેક્ટ્રોલાઇટ અને બે કરંટ કલેક્ટર હોય છે. એનોડ અને કેથોડ માં લિથિયમ સ્ટોર થાય છે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટ માં સેપરેટર દ્વારા એનોડ થી કેથોડમાં ચાર્જ થયેલ આયનને એનોડ થી કેથોડ માં અને કેથોડ થી એનોડ માં લઈ જાય છે.

શા માટે ખાસ છે લિથિયમ આયન બેટરી?

આ બેટરી ખુબ જ હળવી હોય છે અને આ તેની સૌથી મોટી ખાસિયત છે. વળી બીજી તરફ આ બેટરીમાં વધારે ઉર્જા સ્ટોર કરી શકાય છે. લિથિયમ આયન બેટરી સામાન્ય રીતે ૧૫૦ વોટ-અવર પ્રતિ કિલો ઉર્જા સ્ટોર કરે છે. જ્યારે એસીડ વાળી લેડ બેટરી ફક્ત ૨૫ વોટ-અવર પ્રતિ કિલો ઉર્જા સ્ટોર કરી શકે છે. તેવામાં આ બેટરીનો ઉપયોગ પ્રોડક્ટને હળવી બનાવે છે અને બેટરીને લાંબો સમય સુધી ચલાવે છે. એટલે કે ઈલેક્ટ્રીક સ્કુટર હોય કે લેપટોપ હોય કે પછી તમારો મોબાઈલ હોય તે વધારે લાંબો સમય સુધી ચાલતો રહેશે.

શું હોય છે બેટરી મેનેજમેન્ટ સીસ્ટમ?

એક બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બીએમએસ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ છે, જે લિથિયમ આયન બેટરી પેક માં દરેક સેલ સાથે જોડાયેલ રહે છે. તે સતત તેના વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા કરંટ ને ચેક કરતું રહે છે. તેમાં તાપમાનને માપવાના સેન્સર પણ લગાવવામાં આવેલા હોય છે. તમામ ડેટા થી બીએમએસ બેટરી નાં ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, બેટરી ની ઉંમર અને તેની ક્ષમતા ની જાણકારી મેળવવામાં મદદ મળે છે.

તો પછી બેટરી માં આગ શા માટે લાગી રહી છે?

આ બધી બેટરીઓમાં આગ લાગવાનો સચોટ કારણ કોઈ પણ કંપની જણાવી રહી નથી. જોકે ઓકીનોવા નું કહેવું છે કે તેનું સૌથી મોટું કારણ શોર્ટ સર્કીટ હોઈ શકે છે, જે વહીકલ નાં ચાર્જિંગમાં કરવામાં આવેલી બેદરકારીનું પરિણામ હોઈ શકે છે. તે સિવાય વિશેષજ્ઞોનું માનવામાં આવે છે કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, બહારથી થયેલ કોઈ ડેમેજ, બેટરી લગાવવામાં ફોલ્ટ વગેરેને કારણે પણ આગ લાગવાની સંભાવના રહે છે.

લિથિયમ આયન બેટરી સામાન્ય રીતે તો વધારે તાપમાનમાં પણ સારી રીતે કામ કરે છે પરંતુ તાપમાન ખુબ જ વધારે થઈ જાય (૯૦-૧૦૦ ડિગ્રી) તો આગ લાગવાની સંભાવના વધી જાય છે. વળી બેટરી પેક માં ઘણી બધી બેટરીઓ હોય છે તેને ખુબ જ નજીક-નજીક લગાવવામાં આવેલ હોય છે. તેવામાં જો કોઈ ગરબડને કારણે એક બેટરી માં શોર્ટ સર્કિટ થાય છે તો બાકીની બધી બેટરીઓ માં આગ લાગવામાં સમય લાગતો નથી.

તેનાથી કેવી રીતે બચી શકાય છે

જો ગાડીમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે તો તમે કંઈ કરી શકતા નથી, પરંતુ ઘણા ઉપાયની મદદથી તમે આગ લાગવાના જોખમને ઓછું કરી શકો છો. સૌથી પહેલા તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગાડીને વધારે ગરમ થવા દેવી નહીં. ઉનાળાના દિવસોમાં ગાડીને લાંબો સમય સુધી તડકામાં છોડવી નહીં. જો ગાડી નું એક્સિડન્ટ થાય છે તો ત્યારબાદ પણ બેટરી ને કોઈ નુકસાન થઈ શકે છે. તેવામાં એક્સિડન્ટ બાદ ગાડીની બેટરી જરૂર ચેક કરાવો, જેથી જાણી શકાય છે કે તેમાં કોઈ ફોલ્ટ થયો છે કે નહીં.