મુકેશ અંબાણી લોન્ચ કરવા જઈ રહ્યા છે જીયો લેપટોપ, ખાસ ફીચર્સની સાથે સસ્તું હશે
જીયો ગ્રુપ દ્વારા સતત દેશમાં એક બાદ એક ગણાતા ગેજેટ્સ લૉન્ચ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જીયો એ ટેલિકોમ સેક્ટરમાં બાકી બધી કંપનીઓને જોરદાર ટક્કર આપેલી છે. જણાવી દઈએ કે આજે ટેલિકોમ સેક્ટરમાં જીયો બધાની પહેલી પસંદગી બની ગયેલ છે. તેવામાં હવે રિલાયન્સ ગ્રુપ દ્વારા જીઓ 4G ફોન ની ઘોષણા કરી દેવામાં આવી છે. રિલાયન્સનાં પહેલાથી જ માર્કેટમાં નાના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે. ખુબ જ જલ્દી બજારમાં લોકોને જીયો ફોન નેક્સ્ટ જોવા મળશે.

પરંતુ હાલના દિવસોમાં રિલાયન્સ ગ્રુપ ને લઈને વધુ એક ચર્ચા ચાલી રહી છે કે રિલાયન્સ તરફથી ખુબ જ જલ્દી લેપટોપ પણ લોન્ચ કરવામાં આવશે. તેને લઈને ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. જો આવું બને છે તો દેશમાં ઘણા બધા લોકોને લેપટોપ ચલાવવાનો અવસર મળી શકે છે. કારણ કે જે રિલાયન્સ પોતાના ફોનને પણ માર્કેટમાં રહેલા ફોનથી સસ્તી કિંમતમાં ઉપલબ્ધ કરાવે છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે જો રિલાયન્સ તરફથી લેપટોપ લોન્ચ કરવામાં આવશે, તો તે એવા લોકો માટે વધારે ફાયદાકારક બની શકે છે, જેઓ લેપટોપ ખરીદતા પહેલા ૧૦ વખત વિચારતા હોય છે.
જણાવી દઈએ કે તેને હાલમાં જ એક વેબસાઈટ પર જોવામાં આવેલ હતું. ત્યારબાદ તેને લઈને ઘણા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો રિલાયન્સ તરફથી લેપટોપ લોન્ચ કરવામાં આવે છે તો તેને માર્કેટમાં ત્રણ વેરિએન્ટની સાથે ઉતારવામાં આવશે. આ ત્રણેય નું વેરિયન્ટનાં સર્ટિફિકેશન ની જાણકારી પણ સાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

રિપોર્ટનું માનવામાં આવે તો આ વેરિઅંટ જીયો બુક 4G LTE કનેક્ટિવિટી સ્નેપડ્રેગન પ્રોસેસર 4GB LPDDR4x રેમ અને 64GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજની સાથે આવી શકે છે. જોકે હજુ સુધી તેના લોન્ચિંગની ડેટ વિશે કોઇ જાણકારી મળી શકી નથી. જણાવી દઈએ કે આ વાતની જાણકારીને મુકુલ શર્મા દ્વારા જોવામાં આવે છે અને તેમણે ટ્વિટરનાં માધ્યમથી આ જાણકારી આપી છે. આ લેપટોપ NB1118QMW, NB1148QMW અને NB1112MMI, આ ત્રણ અલગ-અલગ વેરિએન્ટમાં લોન્ચ થઈ શકે છે.
જો બજારમાં રિલાયન્સ જીઓ દ્વારા લેપટોપ લોન્ચ કરવામાં આવે છે તો મળતી જાણકારી અનુસાર તેની અંદર એચડી ડિસ્પ્લે ની સાથે સાથે પ્રોસેસરમાં સ્નેપડ્રેગન 665soc ની સાથે સંચાલિત હશે. એટલું જ નહીં તેમાં સ્નેપડ્રેગન X12 4G ની સાથે જોડવામાં આવી શકે છે. તે સિવાય પણ આ લેપટોપમાં ઘણી બધી ચીજો આપવામાં આવેલી છે. તેમાં 4GB LPDDR4x રેમ અને 64GB સુધી eMMC ઓનબોર્ડ પણ આપવામાં આવેલ છે.
Post a Comment