વિશ્વાસઘાત કરનાર અને દગો આપનારને ૪૨૦ શા માટે કહેવામાં આવે છે? તેની પાછળનું રહસ્ય ખુબ જ ઓછા લોકો જાણે છે
જ્યારે પણ કોઈ દગો આપે છે તો આપણે સામાન્ય બોલાચાલીમાં તેને ૪૨૦ કહીએ છીએ. ક્યારેક મિત્રો ની વચ્ચે પણ હસી મજાકમાં આ સંખ્યાનો પ્રયોગ કરવામાં આવે છે. તમે પણ પોતાના કોઈ મિત્રને ૪૨૦ જરૂરથી કહે હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ સંખ્યાને જ શા માટે બોલીએ છીએ.

જ્યારે પણ આપણી સાથે કોઈ દગો કરતી હોય છે ત્યારે ૪૨૦ શ માટે બોલવામાં આવે છે? અન્ય કોઈ સંખ્યા જેમકે ૪૨૧ અથવા ૩૨૦ શા માટે બોલવામાં આવતું નથી. આખરે ૪૨૦ સંખ્યામાં એવું શું છે જે હંમેશા આ સંખ્યાનો જ ઉપયોગ કરવામા આવે છે. શું તમને તેની પાછળનું કારણ ખબર છે? જો તમે તેની પાછળનું કારણ જાણતા નથી, તો ચાલો તેના વિશે અમે તમને જાણકારી આપી.
ભારતીય દંડ સહિતા માં છુપાયેલ છે કારણ

દગો કરનાર અને વિશ્વાસઘાત કરનાર લોકોને ૪૨૦ બોલવા પાછળનું કારણ ભારતીય દંડ સહિતા માં છુપાયેલ છે. હકીકતમાં આઇપીસી માં અલગ-અલગ કલમો છે, જે અલગ-અલગ અપરાધ કરનાર લોકો વિરુદ્ધ લગાવવામાં આવે છે. જેમકે હત્યાની કલમ ૩૦૨ છે અથવા હત્યાનાં પ્રયાસની કલમ ૩૦૭ છે. આવી જ રીતે જે લોકો ભારતમાં વિશ્વાસઘાત કરે છે તેમના માટે ખાસ કલમ બનાવવામાં આવે છે.
ભારતીય દંડ સહિતા માં દગો વિશ્વાસઘાત કરનાર લોકો માટે જે કલમ બનાવવામાં આવેલ છે, તે ૪૨૦ છે. દગો કરનાર વ્યક્તિ ઉપર જ્યારે પણ કેસ કરવામાં આવે છે તો પોલીસ તરફથી ૪૨૦ કલમ લગાવવામાં આવે છે. જેના અંતર્ગત તેની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
જાણો શું છે કલમ ૪૨૦

આઇપીસી અંતર્ગત જો ભારતમાં રહેનારા કોઈપણ નાગરિક બીજા નાગરિકને દગો આપે છે, તેની સાથે છળકપટ કરે છે તો તે વ્યક્તિ વિરુદ્ધ ૪૨૦ કલમ લગાવવામાં આવે છે. કોઈની સંપત્તિની સાથે હેરફેર કરનાર અથવા તને ખતમ કરનાર વિરુદ્ધ પણ આ કલમ લગાવવામાં આવે છે. એટલું જ નહીં જો આ કામમાં કોઈ તેની મદદ કરે છે તો તેને પણ અપરાધી માનવામાં આવે છે.
એટલું જ નહીં જો કોઇ નાગરિક પોતાના સ્વાર્થ માટે અન્ય કોઇ નાગરિક સાથે દગો કરે છે, આર્થિક અને માનસિક દબાણ બનાવીને તેની સંપત્તિ ને પોતાની બનાવી લે છે, તો તેની વિરુદ્ધ પણ કલમ ૪૨૦ લગાવવામાં આવે છે.

આ કલમને ખુબ જ ગંભીર માનવામાં આવે છે. આ અપરાધ પણ બિન જામીનપાત્ર હોય છે. એટલે કે પોલીસ સ્ટેશનમાં આ અપરાધના આરોપીને જામીન મળી શકતા નથી. તેના માટે પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી કરવામાં આવે છે. જજ નિર્ણય કરે છે કે જામીન આપવામાં આવે કે નહીં. વળી આ મામલામાં ૭ વર્ષ સુધીની સજા થાય છે અને દંડ પણ લગાવવામાં આવે છે.
Post a Comment