ઘરમાં ઘડિયાળને આ દિશામાં ક્યારેય પણ લગાવવી નહીં, આખા પરિવારને બરબાદ કરી નાંખે છે

 જો ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ ને તમે ફક્ત એક સમય બતાવવાનુ સાધન સમજો છો તો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં તેનો મતલબ ફક્ત સમય જોવાનું યંત્ર નથી, પરંતુ તે સમયને ખરાબ અથવા બળવાન પણ બનાવી શકે છે. જોકે તેના માટે ખુબ જ જરૂરી છે કે ઘર અથવા દુકાનમાં ઘડિયાળ લગાવતા પહેલા તેની યોગ્ય દિશા વિશે જાણી લેવામાં આવે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવવામાં આવે છે કે ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ કેવી રીતે તમારા સફળતાના દરેક દ્વાર ખોલી શકે છે.

આ ૬ વાતોનું રાખો ખાસ ધ્યાન

ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવવામાં આવેલી હોય તો તે પરિવાર માટે યોગ્ય નથી.  આ દિશા માં ઘડિયાળ લગાવાથી પ્રગતિ થતી નથી. તેના કારણે તમારા ઘરના મુખ્ય સદસ્યનાં સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડવાની સંભાવના રહે છે.

જો ઘરમાં કોઈ દરવાજા ઉપર ઘડિયાળ લગાવવામાં આવેલી હોય તો તેને તુરંત દુર કરી દો. આવી રીતે લગાવવામાં આવેલી ઘડિયાળની નીચેથી જે વ્યક્તિ પસાર થાય છે, તેની ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે.

ઘડિયાળ લગાવવા માટે પુર્વ દિશા સૌથી સારી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. જો તમે ઈચ્છો તો ઘડિયાળ ને પશ્ચિમ દિશામાં પણ લગાવી શકો છો. તેનાથી ઘરમાં રહેતા દરેક લોકોના મનમાં હંમેશાં સકારાત્મક વિચાર આવે છે.

વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં પેંડુલમ વાળી ઘડિયાળ હોય તો તે સૌથી સારી છે. તેનાથી પ્રગતિ થાય છે. આ ઘડિયાળ ને પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ.

જો ઘરમાં કોઈ ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા પડી રહેલી હોય તો તેને ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. તે નકારાત્મક ઉર્જાનો સંકેત આપે છે.

કાળી, વાદળી અને કેસરિયા રંગ ની ઘડિયાળ ઘરમાં લગાવવી જોઈએ નહીં. તે વાસ્તુશાસ્ત્ર નાં દ્રષ્ટિકોણ થી યોગ્ય હોતી નથી. ઘડિયાળ ચોરસ અને ગોળ હોય તો શુભ માનવામાં આવે છે. આ પ્રકારની ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ આપે છે. તેનાથી ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પણ થાય છે.

ભાગ્ય બદલી શકે છે ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ

ઘણી વખત નાનો બદલાવ આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. કોઈપણ પરેશાનીનાં મુળ સુધી આપણે પહોંચવું જોઇએ અને તેના ઉપાય આપણને વાસ્તુશાસ્ત્રમાં પણ મળે છે. તેનાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. ઘરની દિવાલ ઉપર લગાવવામાં આવેલી એક ઘડિયાળ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે. ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે.

બંધ પડેલી ઘડીયાળ દુર્ભાગ્યનું સુચક

કહેવામાં આવે છે કે બંધ પડી ગયેલી ઘડીયાલ દિવસમાં બે વખત સાચો સમય બતાવે છે. પરંતુ બંધ પડી ગયેલી ઘડિયાળ વ્યક્તિના ભાગ્ય માં ઘણા પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુટેલી-ફુટેલી ઘડિયાળ અથવા બંધ પડી ગયેલી ઘડિયાળ દુર્ભાગ્યનું સુચક હોય છે. તેવામાં જો તમારા ઘરમાં પણ બંધ અથવા તુટેલી-ફુટેલી ઘડિયાળ હોય તો તેને તુરંત હટાવી દેવી જોઈએ.

પ્રગતિ રોકે છે આ દિશામાં લગાવવામાં આવેલી ઘડિયાળ

જો ઘરમાં ખોટી દિશામાં ઘડીયાલ લગાવવામાં આવે તો આર્થિક નુકશાની સહન કરવી પડે છે. સાથોસાથ પ્રગતિ થતી નથી. જો દક્ષિણ દિશામાં ઘડીયાલ લગાવવામાં આવેલી હોય તો ઘરના મુખ્ય વ્યક્તિ હંમેશા બીમાર રહે છે. તેનાથી પ્રગતિના અવસર મળતા નથી. આ દિશામાં ઘડીયાલ લગાવાથી પ્રગતિ અટકી જાય છે. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ઘડીયાલ લગાવેલી હોય તો તેને ખુબ જ જલ્દી બદલી દો.