કુલર ની કિંમતમાં મળશે એસી ની મજા, કિંમત છે ઓછી અને વીજળીનું બિલ પણ આવશે ઓછું
ગરમીનો સમય શરૂ થઇ ગયો છે અને લોકો તેમાંથી છુટકારો મેળવવા માટે અલગ-અલગ પ્રકારનાં ઓપ્શન શોધી રહ્યા છે. અમુક લોકો એસી ખરીદવા માંગે છે, પરંતુ તેના માટે ખુબ જ મોટી રકમ ચુકવવી પડે છે. બજારમાંથી એક સારું એસી લાવવા માટે વ્યક્તિએ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. વળી જો તમે સ્પ્લીટ એસી ખરીદવા માંગો છો, જેની ક્ષમતા વધારે હોય તો તેની કિંમત નહીં, પરંતુ વીજળીનું બિલ તમારું બજેટ બગાડી શકે છે.

તેવામાં કન્ઝ્યુમર પોર્ટેબલ ઓપ્શન તરફ લોકોની રુચિ રહે છે. બજારમાં એસી નાં સસ્તા અલ્ટરનેટિવ કુલર છે. કુલર પણ ઘણા પ્રકારના આવે છે. પરંતુ એસી ની મજા મળી શકે એવા ખુબ જ ઓછા પ્રોડક્ટ ભારતમાં રહેલા છે. એર કુલર સેગમેન્ટમાં સિમ્ફની નો દબદબો છે. બ્રાન્ડ નાં ઘણા પ્રકારના કુલર મળે છે અને આવો જ એક ઓપ્શન સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલર છે. આ કુલર વીજળીની બચત કરશે સાથે મજા પણ આપશે.
સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલરની ખાસ વાત

સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલર પણ દરેકની ક્ષમતા સાથે આવે છે. તેમાં વોટર ટેંક એલાર્મ ફીચર મળે છે. કંપનીનું માનવામાં આવે તો તેને ૫૭ ક્યુબિક મીટર રૂમમાં ઉપયોગ કરી શકાય છે. જોકે શ્રેષ્ઠ કુલિંગ માટે તમારે રૂમના દરવાજા અને બારી ખોલવાના રહેશે, જેનાથી ક્રોસ વેન્ટિલેશન જળવાઈ રહે.
તેમાં એક ઇલેક્ટ્રોનિક હ્યુમિડિટી કંટ્રોલ મળે છે. આ કુલર ૪ સ્પીડ કુલિંગ કન્ટ્રોલ સહિત ઘણા ફીચર્સ સાથે આવે છે. સિમ્ફની એ પોતાના આ કુલરમાં i-pure ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે. તેમાં રિમોટ કંટ્રોલ મળે છે. સાથોસાથ જો તમે ટાઇમર નો પણ ઉપયોગ કરી શકો છો. તેનું વજન અંદાજે ૧૦.૩ કિલોગ્રામ છે. જોકે તમે તેમાં ફક્ત ૧૫ લીટર જ પાણી ભરી શકો છો, પરંતુ તેની સૌથી સારી વાત એ છે કે તમે તેને એક્સપાન્ડ કરી શકો છો.
કેટલી છે કિંમત?

ક્રોમા પર સિમ્ફની ક્લાઉડ પર્સનલ કુલર ૯,૪૫૧ રૂપિયામાં મળે છે. જોકે આ પ્રોડક્ટ એમેઝોન પર ૧૪,૬૯૯ રૂપિયામાં મળી રહેલ છે. તેની ઉપર ૧,૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ વનકાર્ડ ઉપર મળી રહેલ છે. સિમ્ફની એ પોતાની વેબસાઇટ પર આ પ્રોડક્ટને ૧૦,૦૦૦ રૂપિયાની રેન્જનાં બેસ્ટ કુલર માં સામેલ કરેલ છે.
Post a Comment