આ યુવકનાં એક ઇશારા પર હજારો યુવતીઓ જીવ આપી દેવા માટે તૈયાર છે, કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે

 દરેક વ્યક્તિ પોતાના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ ડેટ કરવા માંગતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા યુવક વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે દરરોજ એક નવી યુવતીને ડેટ કરે છે. એટલે કે વર્ષનાં ૩૬૫ દિવસમાં આ યુવક ૩૬૫ યુવતીઓ સાથે ડેટ કરે છે. સાધારણ દેખાતા આ યુવકની સાથે યુવતીઓ ડેટ કરવા માટે લાઇન લગાવે છે. તમને વિશ્વાસ નહીં આવી રહ્યો હોય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.

અમે અહીંયા જ યુવકની વાત કરી રહ્યા છીએ તેનું નામ સુંદર રામુ છે. ચેન્નઈમાં રહેનાર સુંદર રામુ એ પોતાનો ટાર્ગેટ સેટ કરેલ છે કે તે વર્ષમાં ૩૬૫ યુવતીઓને ડેટ પર લઈ જશે. દરરોજ એક સુંદર યુવતી સાથે ડેટ ઉપર જાય છે. હવે દરેક લોકોના દિમાગમાં એવો સવાલ આવી રહ્યો હશે કે આખરે આવું કરવા પાછળનું કારણ શું છે? અથવા તો તે શું કરી રહ્યો છે? તો ચાલો અમે તમને જણાવીએ કે તેની પાછળ સુંદર રામુ ની શું ઈચ્છા છે. આખરે શા માટે તે આટલી યુવતીઓને ડેટ ઉપર લઇ જવા માંગે છે.

વ્યવસાયથી ફોટોગ્રાફર સુંદર રામુ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં જાણીતો અભિનેતા છે. સુંદર રામુએ ૩૬૫ યુવતીઓની સાથે ડેટ ઉપર જવાનો પ્લાન બનાવેલ છે અને અત્યાર સુધીમાં તે ૨૫૦થી વધારે યુવતીઓને ડેટ કરી ચુકેલ છે.

એટલું જ નહીં તમને આશ્ચર્ય ત્યારે જ થશે જ્યારે તમે જાણી લેશો કે સુંદર ની સાથે ડેટ ઉપર જનાર યુવતીઓનાં ભોજન નું બિલ સુંદર રામુ ચુકવતો નથી, પરંતુ તે યુવતીઓ ચુકવે છે. કાયદેસર સુંદર રામુએ પોતાની શરતમાં આ વાત સામેલ કરે છે કે તેની સાથે જે પણ યુવતી ડેટ ઉપર જશે, તેના બધા બિલ તે યુવતીએ ચુકવવાના રહેશે અને યુવતીઓ પણ કોઇ પણ ફરિયાદ વગર બિલ ચુકવે છે.

હવે તમારા દિમાગમાં સવાલ ઊભો થઈ રહ્યો હશે કે આખરે સુંદર રામુ આવું શા માટે કરી રહેલ છે? તો ચાલો તમને જણાવીએ સુંદર રામુ નાં તે દિલ જીતી લેવા વાળા ઉદ્દેશ વિશે, જેના વિશે જાણીને તમે પણ વાહ વાહ કરી ઉઠશો.

હકીકતમાં સુંદર એક NGO ને પૈસા ડોનેટ કરે છે, જેના કારણે તે યુવતીઓને ડેટ કરે છે. કંઇક એવું બને છે કે યુવતીઓની સાથે ડેટ કરવા જેટલું પણ બિલ થાય છે, તે પૈસા તો યુવતીઓ ચુકવે છે પરંતુ એટલા જ પૈસા સુંદર પોતાના ખિસ્સામાંથી NGO ને ડોનેશનનાં રૂપમાં આપે છે.

પોતાની સાથે ડેટ પર લઈ જવા માટે સુંદર ની અમુક શરતો છે, જેના અનુસાર ડેટ ઉપર જવા માટેની જગ્યા મહિલા દ્વારા નક્કી કરવામાં આવશે અને ખાવા-પીવાનો ઓર્ડર પણ તે મહિલા જ આપશે. સુંદર કોઈપણ પ્રકારનું ડિસિઝન લેતા નથી. સાથોસાથ સુંદરની આ શરતોમાં તે શરત પણ શામેલ છે કે ખાવા-પીવાનું જેટલું પણ બિલ આવશે, તે મહિલા દ્વારા ચુકવવાનું રહેશે.

સુંદર રામુ કહે છે કે તે દરેક ઉંમરની મહિલાઓ સાથે ડેટ ઉપર જાય છે, જેનાથી મહિલાઓની વિચારસરણી વિશે પણ તેને જાણવા મળે છે. આ કામને સુંદર એક યુનિક ફોટો પ્રોજેક્ટ અંતર્ગત કરે છે. તેનો ઉદ્દેશ્ય દરેક ઉંમરની મહિલાઓ સાથે મળવું અને તેની વિચારસરણીને સમજવાનો છે.

દરેક મહિનાનાં અંતમાં કુલ મળીને જેટલા પણ બિલ નાં પૈસા થાય છે સુંદર તેને NGOમાં દાન કરે છે. તેવામાં સુંદર રામુ નાં બંને ઉદ્દેશ્ય એક સાથે પુરા થઇ જાય છે. પહેલું તો NGOને ડોનેટ કરવું અને બીજું દરેક ઉંમરની મહિલા ની વિચારસરણી જાણવી. અત્યાર સુધીમાં સુંદર ઘણી જાણીતી સેલિબ્રિટીઓને પણ ડેટ કરી ચુકેલ છે.

હકીકતમાં સુંદર રામુ નો યુવતીઓને ડેટ કરવા પાછળનો ઉદ્દેશ્ય દિલ જીતી લેનાર છે. આટલા સારા હૃદયવાળા વ્યક્તિ સાથે જો કોઈને ડેટ કરવાનું કહેવામાં આવે તો વળી કોણ ના કહી શકે છે. દરેક લોકો તેના આ શ્રેષ્ઠ ઉદેશ્યનો હિસ્સો બનવા માંગે છે. એટલા માટે જ તો દરેક ઉંમરની મહિલાઓ સુંદર રામુ સાથે ડેટ ઉપર જવા માટે આતુર રહે છે.