રેલ્વે સ્ટેશનનાં બોર્ડ ઉપર શા માટે લખવામાં આવે છે “સમુદ્ર તળ થી ઊંચાઈ”, જાણો શું છે તેની પાછળનું કારણ

 ભારતીય રેલ્વે આપણા દેશની લાઇફલાઇન છે, તે વાતમાં જરા પણ બેમત નથી. જો ભારતીય રેલ્વે ન હોય તો આપણો સમગ્ર દેશ સંપુર્ણ રીતે ઠપ્પ થઈ જશે. કોરોના વાયરસ ની પહેલી લહેર દરમિયાન જ્યારે ભારતીય રેલ્વે ની સેવાઓ બંધ કરવામાં આવી હતી તે સમયે આપણે કેટલી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો તે આપણે બધા જાણીએ છીએ. તે સમય દરમિયાન માલ-સામાનની હેરફેર નું કામ રેલ્વે ઝડપથી કરી રહેલ હતી.

હવે માની લો કે રેલ્વે યાત્રી સેવાઓની સાથો સાથ માલ-સામાનની હેરફેર ની સેવાઓ પણ રોકી દે તો શું થશે? શું રેલ્વે વગર આપણું જીવન શક્ય છે? તેનો જવાબ છે નહીં. હાલમાં આપણા દેશમાં રેલ્વે ની જગ્યા કોઈ લઈ શકતું નથી. વાત જ્યારે રેલ્વેની થઈ રહી છે તો આજે અમે તમને રેલ્વે સાથે જોડાયેલી એક એવી ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

રેલ્વે સ્ટેશનનાં નામની નીચે લખવામાં આવે છે સમુદ્ર તળ ની ઊંચાઈ

રેલ્વે સ્ટેશનનાં નામની નીચે પીળા રંગનાં મોટા બોર્ડ ઉપર તમે એક ચીજ ઉપર જરૂર ધ્યાન આપ્યું હશે. ભલે તમે તેનું મહત્વ જાણવાની કોશિશ ન કરી હોય, પરંતુ આજે અમે તમને બોર્ડ પર લખવામાં આવેલ સમુદ્ર તળથી ઊંચાઈ વિશે જણાવીશું. દેશના લગભગ બધા રેલ્વે સ્ટેશનનાં બોર્ડ ઉપર સમુદ્ર તળથી ઊંચાઈ લખવામાં આવે છે. જોવામાં આવે તો એક સામાન્ય વ્યક્તિ માટે તેનું કોઈ ખાસ મહત્વ નથી. પરંતુ તે એક ટ્રેન ચાલક અને ગાર્ડ માટે ખુબ જ જરૂરી છે. લોકો પાયલોટ અને ગાર્ડ માટે તેનું મહત્વ જાણતા પહેલા અમે તમને જણાવી દઈએ કે સમુદ્ર તળથી ઊંચાઈ લખવા પાછળનું ખાસ કારણ શું છે.

કોઈપણ જગ્યા ની યોગ્ય ઊંચાઈ જાણવામાં મદદ કરે છે સમુદ્ર તળ

તે વાત તો આપણે બધા જાણીએ છીએ કે આપણી ધરતી ની ઊંચાઈ બધી જગ્યાએ એક સરખી નથી. આપણી ધરતી કોઈ જગ્યાએ ઊંચી છે તો કોઈ જગ્યાએ નીચી પણ છે. એટલા માટે પૃથ્વીની એક સમાન ઊંચાઈ જાણવા માટે સમુદ્ર ની ઊંચાઈ ની મદદ લેવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એ જ છે કે સમુદ્ર તળ ની ઊંચાઈ વિપરીત પરિસ્થિતિઓમાં પણ વધારે ઉપર-નીચે હોતી નથી. જેથી ધરતી ઉપર રહેલ કોઈપણ સ્થાન ની ઊંચાઈ વિશે જાણવા માટે સમુદ્ર તળ એક સચોટ ઉપાય છે.

રેલ્વે માટે શા માટે જરૂરી છે સમુદ્ર તળથી ઊંચાઈ ની જાણ હોવી

ચાલો હવે તમને જણાવીએ કે આખરે સમુદ્ર તળ ની ઊંચાઈ ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડ માટે શા માટે મહત્વપુર્ણ છે? હકીકતમાં ટ્રેન અને કોઈપણ સ્થાન પર ખેંચવા માટે એન્જિન પોતાના પાવર અને ટોર્ક નો ઉપયોગ કરે છે. કોઈપણ ઉચી જગ્યા પર એન્જિનને વધારે પાવર અને ટોર્કની જરૂરિયાત હોય છે, જેને લોકો પાયલોટ મેનેજ કરે છે.

જ્યારે ટ્રેન કોઈ ઊંચી જગ્યા પર ચડી રહી હોય તો લોકો પાયલોટ એન્જિન ટોર્ક મોડમાં લગાવે છે. વળી બીજી તરફ જ્યારે ઢાળ વાળી જગ્યા પરથી પસાર થતાં સમયે એન્જિનને બ્રેક મોડમાં રાખવામાં આવે છે. આ કામ માટે સપાટીની ઊંચાઈના ની જાણ લગાવવા માટે સ્ટેશનનાં બોર્ડ ઉપર લખવામાં આવેલ સમુદ્ર તળ ની ઊંચાઈ લોકો પાયલોટ ની મદદ કરે છે.