વિદેશ ફરવાની ઈચ્છા છે? તો ખુબ જ ઓછી કિંમતમાં આ ૬ દેશોમાં ફરવાનો આનંદ માણી શકો છો
દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા અલગ અલગ દેશોમાં ફરવાની હોય છે. જોકે ઘણા બધા લોકો પોતાના ઓછા બજેટની લીધે પોતાની ઈચ્છા પુરી કરી શકતા નથી. પરંતુ આજે અમે તમને એવા જ ૬ દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ૧ લાખ રૂપિયાથી પણ ઓછી રકમમાં સરળતાથી હરી ફરી શકો છો, તો ચાલો જાણીએ કે ક્યાં છે તે સસ્તા દેશ અને ભારતીયો માટે આદેશ ફેવરીટ પણ છે.
મન મોહી લે છે ભુટાનની શાંતિ

ભુટાન ની સુંદરતા અને શાંત વાતાવરણ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. તે ભારતનો સૌથી ભરોસાલાયક અને નજીકનો દેશ છે. ભુટાનમાં પારો, થિંપુ વેલી, તાકીન ઝુ અને ફોક હેરિટેજ મ્યુઝિયમ સહિત હરવા-ફરવા માટે ઘણી બધી જગ્યા છે. ત્યાં તમને ફક્ત ૫૦૦-૭૦૦ રૂપિયામાં રહેવા માટે ગેસ્ટ હાઉસ પણ મળી જશે. વળી દિલ્હીથી ભુટાન ની રાઉંડ ટ્રીપ એર ટિકિટ પણ તમને સરળતાથી ૧૦ હજારમાં મળી શકે છે. અહીં ખાણી-પીણી પણ ખુબ જ સસ્તી છે.
હનીમુન કપલ માટે ફેવરિટ ડેસ્ટિનેશન

શ્રીલંકા આપણી દક્ષિણમાં સૌથી નજીકનો પાડોશી દેશ છે. હનીમુન કપલ માટે શ્રીલંકા શરૂઆતથી જ ફેવરિટ ડેસ્ટિનેશન રહેલ છે. અહીંયા પણ શાનદાર સમુદ્રી કિનારા, રામાયણ કાળના મંદિર, બૌધ્ધ મઠ સહિત ઘણી બધી હરવા-ફરવા લાયક જગ્યાઓ છે. ખાવાના શોખીન લોકો માટે અહીંયા જલસો છે. અહીંયા પણ ૬૦૦-૭૦૦ રૂપિયામાં સરળતાથી ડોરમેટરી બેડ મળી જાય છે. વળી ભારતથી શ્રીલંકા આવવા તથા જવાનું ફ્લાઇટનું ભાડું અંદાજે ૩૦ હજાર રૂપિયામાં થઈ જાય છે. કુલ મળીને આ સુંદર દેશ ની મુસાફરી તમે એક લાખ રૂપિયાથી પણ ઓછી રકમમાં કરી શકો છો.
હિમાલયનાં ઊંચા શિખરો નું કેન્દ્ર છે નેપાળ

નેપાળ અને ભારતનો સદીઓથી જુનો સામાજિક અને સાંસ્કૃતિક સંબંધ છે. હિમાલયનાં ઊંચા શિખરો, મન્દિર, મઠ, ખળખળ વહેતી નદીઓ તેને ખુબ જ સુંદર બનાવે છે. જો તમે નેપાળ ફરવાનો પ્લાન કરો છો, તો ફક્ત ૩૦૦-૪૦૦ રૂપિયામાં તમને રોકાવા માટે રૂમ સરળતાથી મળી જશે. વળી દિલ્હી થી કાઠમંડુ સુધી ફ્લાઈટમાં અવરજવર નું ભાડું ૧૧ હજાર રૂપિયામાં થઈ જશે. તમે ઈચ્છો તો ઓછા પૈસામાં સડકથી પણ નેપાળ ફરવા જઈ શકો છો. જો કે આવું કરવાથી સમય વધારે લાગી શકે છે.
થાઈલેન્ડમાં હરવા-ફરવાની ઘણી બધી જગ્યા

થાઈલેન્ડ પોતાની સુંદર બહુ જ સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. દર વર્ષે લાખો પર્યટકો થાઈલેન્ડનાં સમુદ્ર બીચ ઉપર હોલિડે એન્જોય કરવા માટે પહોંચે છે. અહીંયા પર ક્રોસ જેન્ડર મસાજ સેન્ટર દુનિયાભરના પુરુષો માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર છે. અહીંયા પર પટાયા, બેંગકોક, કોરલ આઇલેન્ડ, ચિયાંગ માઇ જેવી ઘણી ફરવાલાયક જગ્યા છે. જો તમે પણ થાઈલેન્ડ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો ૫૦૦-૬૦૦ રૂપિયા માં ડોરમેટરી બેડ અથવા બજેટ હોટલ મળી શકે છે. વળી ફક્ત ૧૬ હજાર રૂપિયામાં દિલ્હી થી બેંગકોક અવર-જવર ફ્લાઇટની ટિકિટ પણ મળી શકે છે.
મહેમાનગતિ માટે છે પ્રસિદ્ધ

વિયતનામ એક બૌદ્ધ ધર્મ દેશ છે. તે પોતાની હરિયાળી અને મહેમાનગતિ માટે પ્રસિદ્ધ છે. ભારતથી વિયતનામ અવરજવર ફ્લાઇટનું ભાડું અંદાજે ૨૧ હજાર રૂપિયા થાય છે. પરંતુ અહીંયા અવર-જવર માટે ફ્લાઇટ ખુબ જ ઓછી છે, એટલા માટે તમારી અંદાજે ૨-૩ મહિના પહેલા બુકિંગ કરાવવું પડશે. અહીંયા પણ તમને ૮૦૦-૯૦૦ રૂપિયામાં બજેટ હોટલ અને ૬૦૦-૭૦૦ રૂપિયામાં ડોરમેટરી બેડ મળી શકે છે. અહીંયા પર તમને ભોજન કરવા માટે રોટલી મળશે નહીં, પરંતુ ચોખા-શાક અથવા નોનવેજ ડીશ કામ ચલાવવું પડશે.
મુસ્લિમ દેશ હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ

ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તીવાળો દેશ છે. તેમ છતાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે તેનો ઊંડો સંબંધ જોડાયેલો છે. એ જ કારણ છે કે ઘણા બધા ભારતીય પોતાના મુળ સાથે જોડાવા માટે ઇન્ડોનેશિયાની યાત્રા કરવાનું પસંદ કરે છે. અહીંયા પણ બાલી, જકાર્તા અને સુમાત્રા જેવી ઘણી ફરવાલાયક જગ્યા છે. દિલ્હી થી જાત્રા સુધી ની ફ્લાઈટ અવરજવરનો ખર્ચ અંદાજે ૨૫ હજાર અને રહેવા માટે બજેટ હોટલ ૮૦૦ રૂપિયા સુધીમાં બુક કરી શકાય છે.
Post a Comment