બેડરૂમમાં પતિ-પત્નીએ આવી રીતે સુવું જોઈએ નહીં, પરિવાર થઈ જાય છે બરબાદ, જાણી લો સુવાની યોગ્ય રીત
અવારનવાર પતિ-પત્ની સુતા સમયે બેદરકાર બનીને સુવે છે, તેઓ એવું વિચારતા નથી કે તેમની આ સુવાની ખોટી આદત થી વૈવાહિક જીવનમાં તકરાર અને તાલમેળની કમી થઈ શકે છે. વાસ્તુ વિજ્ઞાન કહે છે કે સુતા સમયે જો પતિ-પત્ની અમુક ખાસ વાતોનું ધ્યાન રાખે તો વૈવાહિક જીવનની ઘણી સમસ્યાઓથી બચી શકે છે. વળી તેઓ સંતાનસુખમાં આવનારી અડચણ થી પણ બચી શકે છે.
પતિ-પત્ની નાં સુવાની યોગ્ય રીત

વાસ્તુ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને તાલમેલ માટે પત્નીએ પતિની ડાબી તરફ સુવું જોઈએ. તેની પાછળ કારણ છે કે પત્નીને પતિ નું ડાબું અંગ માનવામાં આવે છે. જ્યારે પતિને પત્નીનો જમણો હિસ્સો માનવામાં આવે છે. તેનાથી પારિવારિક જીવનમાં સંતુલન જળવાઈ રહે છે.
નીરસ થવા લાગે છે સબંધ

નવવિવાહિત પતિ-પત્નીએ ઉત્તર-પુર્વ દિશાનાં રૂમમાં અથવા રૂમની અંદર ઉત્તર-પુર્વ તરફ બેડ લગાવવો જોઈએ નહીં. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉત્તર પુર્વ દિશાનો સ્વામી ગુરુ હોય છે, જે યૌન સંબંધ માં ઉત્સાહમાં કમી લાવે છે, જેના લીધે દાંપત્ય જીવન નીરસ થવા લાગે છે અને પરસ્પર તાલમેળની કમી થવા લાગે છે.
આવી રીતે સુવાથી વધે છે પ્રેમ પ્રત્યે ઉત્સાહ

પતિ-પત્નીમાં યૌન ઈચ્છા ની કમી હોવાને કારણે પરસ્પર તાલમેળની કમી રહે છે અને અવારનવાર વિવાદ થતા રહે છે, તો આવા સમયે કપલે દક્ષિણ-પુર્વ દિશાનાં રૂમમાં સુવું જોઇએ અથવા પોતાના બેડ ને આ દિશામાં લગાવવો જોઈએ. આ દિશા શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે અને આ દિશામાં અગ્નિનો વાસ માનવામાં આવે છે, એટલા માટે આ દિશામાં સુવાથી દાંપત્ય જીવન પ્રત્યે ઉત્સાહ અને ઉર્જાનો ભરપુર સંચાર થાય છે.
જોશીલા દંપતીઓ નો બેડરૂમ અહીંયા રાખવો નહીં

પરંતુ જે દંપતીઓમાં કામેચ્છા વધારે હોય તેમણે દક્ષિણ પુર્વ દિશામાં પોતાનો બેડરૂમ રાખવો જોઈએ નહીં. તેનાથી કામેચ્છા વધારે પ્રબળ થવાથી પરેશાનીનું કારણ બની શકે છે.
દરેક રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે આવો બેડરૂમ
વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉત્તર પશ્ચિમ દિશાનો બેડરૂમ પતિ-પત્ની માટે દરેક રીતે શ્રેષ્ઠ હોય છે, તેનાથી પરસ્પર પ્રેમ અને તાલમેળ વધે છે. સંતાન સુખ માટે પણ આ બેડરૂમ ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Post a Comment