આ સ્વામીએ પ્રધાનમંત્રી મોદીને લઈને કરી મોટી ભવિષ્યવાણી, આટલા વર્ષો સુધી કરશે શાસન, મોદી બાદ આ વ્યક્તિ બનશે પ્રધાનમંત્રી

 ઉત્તરપ્રદેશની ચુંટણીની સેમિફાઇનલ બાદ હવે ૨૦૨૪ ની લોક સભા ચુંટણી ની ફાઇનલ થવાની છે. ભાજપ એકવાર ફરીથી ૨૦૨૪ ની ચુંટણી જીતવા માટે કમર કસી રહી છે. તેવામાં લોકોના મનમાં એવો સવાલ ઊભો થાય છે કે આખરે ૨૦૨૪ માં કોની જીત થશે. તેની ચર્ચાઓ ની વચ્ચે દેશના મોટા સંત અને મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્ર આનંદ ગીરીએ પ્રધાનમંત્રી મોદી ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.

સ્વામી યતીન્દ્ર આનંદ ગીરી નો દાવો

મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્ર આનંદગિરિ એ દાવો કર્યો છે કે ગ્રહ નક્ષત્રનાં હિસાબ થી ૧૨ વર્ષ સુધી પ્રધાનમંત્રી મોદી દેશ અને દિલ્હીના રાજા રહેશે. રાષ્ટ્રવાદ નાં નામ ઉપર પ્રધાનમંત્રી મોદી પોતે જ પ્રધાનમંત્રી પદનો ત્યાગ કરશે અને યોગ્ય વ્યક્તિને ગાદી સોંપી દેશે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને પ્રધાનમંત્રી મોદી બાદ નાં પ્રધાનમંત્રી જણાવેલ હતા.

જાતે જ સત્તા છોડી દેશે પ્રધાનમંત્રી મોદી

મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્ર આનંદગિરિ એ ભવિષ્યવાણી કરી છે કે મોદીજી ૧૨ વર્ષના શાસન બાદ જાતે જ પ્રધાનમંત્રી પદનો ત્યાગ કરી દેશે. રાષ્ટ્રવાદ નાં નામ પર જે પોતાના દેશને યોગ્ય રીતે ચલાવવામાં સક્ષમ હશે, તે વ્યક્તિને દેશના પ્રધાનમંત્રી પદની ગાદી આપવામાં આવશે. તેઓ પોતે જ રાજનીતિ નો ત્યાગ કરીને એક મોટું ઉદાહરણ ઊભું કરીને રાજકારણમાં નવો ઈતિહાસ રચશે અને કીર્તિમાન બનાવશે.

યોગી આદિત્યનાથ ને લઈને કહી આવી વાત

એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમારા આશીર્વાદ છે કે પ્રધાનમંત્રી મોદીનાં ૧૨ વર્ષનાં કાર્યકાળ બાદ યોગી આદિત્યનાથ દિલ્હીની સત્તા સંભાળશે. તેઓ પ્રધાનમંત્રી બનીને હિન્દુ રાષ્ટ્રવાદ નું સપનું પુરું કરશે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં ફરીથી જીત પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો ઇતિહાસ રચી દીધો છે અને રાજકીય ગલીઓમાં તેમને ભાજપની અંદર ભવિષ્યમાં પ્રધાનમંત્રી મટિરિયલના રૂપમાં જોવામાં આવી રહેલ છે.

મુન્નવર રાણા પર કહી આવી વાત

મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્ર આનંદગીરી મહારાજ દ્વારા મુન્નવર રાણા ને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે તેમના જેવી માનસિકતાના લોકો ભારતની ધરતી ઉપર બોજ છે. હિન્દુસ્તાન આપણું છે. આપણા બાપનું છે. મુનવ્વર રાણાનાં બાપ વિશે આપણે જાણતા નથી કે હિન્દુસ્તાનના હતા કે નહીં. જે દેશ પ્રત્યે તેમના દિલમાં નફરત વસેલી છે, તે દેશમાં રહેવાનો તેમને અધિકાર નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે મુન્નવર રાણા જેવા લોકો તળાવમાં સડી ગયેલી માછલી જેવા હોય છે.