રસ્તા ઉપર લગાવવામાં આવેલ આ લાઇટ કેવી રીતે ચાલુ-બંધ થાય છે એવું ક્યારેય વિચાર્યું છે? નહીં, તો ચાલો જાણી લો

 આજે અમે તમને અમારી આ પોસ્ટમાં રાત્રે રસ્તા પર ચાલતા સમયે તમે ઘણી વખત રસ્તાના ડિવાઈડર અથવા સફેદ પટ્ટીની વચ્ચે પીળી અથવા લાલ કલરની રોશની વાળી ચમકવા વાળી લાઈટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે દેખાવમાં તો સુંદર લાગે છે. પરંતુ તે કેવી રીતે ચાલુ બંધ થાય છે તેના વિશે જણાવીશું. રસ્તા પર રાતના સમયે ચમકતી આ લાઈફને સોલર રોડ સ્ટડ કહેવામાં આવે છે.

ઘણા બધા લોકોના મનમાં વિચાર આવે છે કે કદાચ અંડરગ્રાઉન્ડ કોઈ વીજળીના તાર તેની સાથે જોડાયેલા હશે, જે આ લાઈટ ને ચાલુ બંધ કરે છે, તો ચાલો તમારી ગેરસમજણ દુર કરીએ અને તમને સૌથી પહેલા સમજાવીએ કે તે ચાલુ બંધ કેવી રીતે થાય છે.

તેની ડિઝાઇન કંઈક એવી હોય છે કે તે ફક્ત ત્યારે જ ચમકે છે જ્યારે તેની ઉપર કોઈ ગાડી ની લાઈટ પડે છે. તેને બે લાંબા સક્રુ દ્વારા રસ્તાઓ પર ચોંટાડી દેવામાં આવેલ હોય છે. તેની ડિઝાઇન કંઈક એવી હોય છે કે રસ્તા માં મશીન દ્વારા એક કાણું પાડીને તે કાણાં માં કોઇ કેમિકલ રાખીને આ લાઈટ ને રસ્તા ઉપર ચોંટાડવામાં આવે છે, જેનાથી તે પોતાની જગ્યા ઉપર સેટ થઈ જાય છે અને ભારેમાં ભારે વાહન પણ તેની ઉપરથી પસાર થાય છે તો તેનું કંઈ બગાડી શકતુ નથી. કારણ કે તે ખુબ જ હાર્ડ મટિરિયલ ની બનેલી હોય છે. હવે સવાલ એવો આવે છે કે તે ચાલુ બંધ કેવી રીતે થાય છે.

હકીકતમાં તેમાં બે ઇંચની એક નાની સોલર પ્લેટ લગાવેલી હોય છે અને આ પ્લેટ નીચે એક નાની બેટરી હોય છે. જ્યારે દિવસમાં સુરજનો પ્રકાશ તેની ઉપર પડે છે અથવા તો ગાડીની રોશની તેની ઉપર પડે છે તો તે પોતાને ચાર્જ કરી લેતી હોય છે અને આખી રાત અટક્યા વગર ચમકતી રહે છે. તેની અંદર ની બેટરી અને સોલર પ્લેટ ખુબ જ સારી ક્વોલિટીની હોય છે. જેના લીધે તે લાંબો સમય સુધી કામ કરતી રહે છે.

એક સોલર રોડ સ્ટડ ની કિંમત ૮૦૦ રૂપિયાથી લઈને ૧,૦૦૦ રૂપિયા સુધીની હોય છે અને વળી રિફ્લેક્ટિવ રોડ સ્ટડ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધીની કિંમત ધરાવે છે. તેની ઉપર નું સ્ટ્રક્ચર એલ્યુમિનિયમ અને ફાઇબરનું બનેલું હોય છે. તેની સાઈઝ લગભગ પ ઇંચનાં ચોરસ આકારની હોય છે અને વજન ૬૦૦ ગ્રામથી લઇને ૧ કિલો સુધી હોય છે અને ચમકવા માટે તેમ ૬ થી ૮ એલીડી લાઇટ લગાવવામાં આવેલી હોય.