ધરતી પર અનેક દૈવીય શક્તિ વાળ છોડ રહેલા છે, અમુક રીતસર રડે છે તો અમુક ભોજન માંગે છે તો વળી અમુક ચાલે પણ છે, જોઈ લો આવા અદભુત છોડ
ધરતી પર ઘણા રહસ્યો રહેલા છે. તેમાં દૈવીય અને ચમત્કારી માનવામાં આવતા છોડ અને વૃક્ષ પણ છે. જ્યારે કોઈપણ વૃક્ષ રડે, ભોજન માંગે તથા ચાલીને કોઈ જગ્યાએ ચાલ્યું જાય તો તેને દૈવીય શક્તિ વાળુ વૃક્ષ કહેવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે કોઈ વૃક્ષ આવું કરી શકતું નથી. આજે અમે તમને આવા જ અમુક ચમત્કારિક વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ છોડ અને વૃક્ષ ની ગણતરી દુનિયાના સૌથી વિચિત્ર ચીજોમાં કરવામાં આવે છે. દુનિયામાં વૃક્ષ અને છોડની લગભગ ૪ લાખ પ્રજાતિઓ મળી આવે છે. તેમાંથી ઘણી એવી છે જે આપણી વિચારસરણી બિલકુલ અલગ છે. આ વૃક્ષો વ્યક્તિની જેમ રડે છે, ચાલે છે અને ઘણા તો ચમકે પણ છે .તો ચાલો જાણીએ આવા છોડ અને વૃક્ષ ની એવી દુનિયા વિશે જે રંગબેરંગી તો છે, સાથોસાથ અદભુત પણ છે.
પાણી આપવા વાળા વૃક્ષ

અંડમાન નિકોબાર વિશે તો તમે બધા લોકોએ સાંભળ્યું હશે. ત્યાં કેલેમસ અંડમાનિક્સ નામનું એક છોડ મળી આવે છે, જેના થડમાં પાણી હોય છે. આ પાણી પીવા લાયક હોય છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને જ્યારે તરસ લાગે છે અને તેમની આસપાસ પાણીનો કોઈ સ્ત્રોત હોતો નથી, ત્યારે તેઓ આ છોડનું પાણી પીને પોતાની તરસ છીપાવે છે.
લાઈટ આપવાવાળા છોડ

સામાન્ય રીતે તો પ્રકાશ માટે આપણે ઘરમાં બલ્બનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ પ્રકૃતિમાં અમુક એવા છોડ પણ છે જે રાતના સમયે ચમકે છે. અમુક એવા છોડ પણ છે, જેના થડમાંથી નીકળવા વાળો વિશેષ પ્રકારનો રસ અંધારામાં ચમકે છે. મશરૂમની અમુક એવી પ્રજાતિઓ છે જે રાત્રિના સમયે જીવજંતુઓને આકર્ષિત કરવા માટે ઘણા પ્રકારનું પ્રકાશ ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમાં મળી આવતા એન્ઝાઈમ અને ઓક્સિજનનાં કેમિકલ રિએક્શન ને કારણે રંગબેરંગી લાઇટ નીકળે છે.
શરમાળ છોડ

છુઇ મુઇ નો છોડ તો લગભગ બધા લોકોએ જોયો હશે. તે પ્રકૃતિ રહસ્યમયી દુનિયાનો અજીબ નમુનો છે. શરમાળ હોવું વ્યક્તિ અને જાનવરોના સ્વભાવમાં હોય છે, પરંતુ વૃક્ષો પણ આવું કરે છે જે ખુબ જ અદભુત છે. આ છોડને ઘણી જગ્યાએ લાજવંતી પણ કહેવામાં આવે છે. આ છોડ મનુષ્યના સ્પર્શ માત્રથી શરમાઈ જાય છે અને પોતાના પાનને સંકોચી લે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે આ છોડના પાન માં જે કોશિકાઓ રહેલી હોય છે તેમાં એક ખાસ પ્રકારનું લિક્વિડ ભરેલું હોય છે. કોઈ બહારના સ્પર્શથી આ લિક્વિડ પોતાની જગ્યાએથી હટી જાય છે, જેના કારણે તેના પાન તુરંત સંકોચાઈ જાય છે.
રડવા અને ભોજન માંગવા વાળો છોડ

હોલીવુડ ફિલ્મ હેરી પૉર્ટરમાં નાના બાળકો જેવા દેખાતા છોડ હોય છે. તેને ઉખાડવામાં આવે તો તે રડવા લાગતા હતા. પરંતુ આવું હકીકતમાં પણ થાય છે. તેને મેન્ડ્રેક છોડ કહેવામાં આવે છે. તે ભુમધ્ય સાગરના વિસ્તારમાં મળી આવે છે. મેન્ડ્રેક મુળ અમુક હદ સુધી મનુષ્ય ની બનાવટ સાથે મળતા આવે છે. લોકકથાઓ અનુસાર આ છોડ સુખ, સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ જેવા હોય છે. તેમને કાપવા અથવા ઉખાડી નાખવા પર તે રડવા લાગે છે. તેનાથી લોકોને નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે આ છોડને પાણી અથવા અન્ય કોઇ ચીજની જરૂરિયાત હોય છે, ત્યારે તેઓ અવાજ આપે છે.
ચાલવા વાળા છોડ

વૃક્ષ અને છોડ ને આપણે આજ સુધી એક જ જગ્યા પર પોતાની જિંદગી પસાર કરેલા જોયા છે. જોકે અમુક છોડ એવા પણ હોય છે જે ચાલતા હોય છે. ખારા પાણી અથવા તો કાદવ નાં ક્ષેત્રમાં વાળા મૈનગ્રેવ નામના વિશાળ વૃક્ષ પોતાની મંદ-મંદ ગતિથી હજારો કિલોમીટરનું અંતર કાપે છે. તેમના પગ નથી હોતા, પરંતુ તેનો ફેલાવો એવો હોય છે કે તે ઘણા કિલોમીટરને કવર કરી લેતા હોય છે. ભારતના સુંદરવનમાં આ વૃક્ષ મળી આવે છે. ટંબલ વિડ્સ નામની એક ઘાસ ની પ્રજાતિ છે. જે સ્ટેપી ઘાસના મેદાન મળી આવે છે. સ્ટેપી ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ને બાદ કરીને બધા મહાદેશોમાં મળી આવે છે. ટંબલ વિડ્સ પાણીનાં અભાવમાં પોતાના મુળને જમીન થી અલગ કરી નાખે છે. આ દરમિયાન તે ગોળાકાર બની જાય છે અને દવાની મદદથી આગળ વધીને દુર સુધી ચાલી જાય છે. જ્યાં તેને પાણી મળે છે ત્યાં તે પોતાના મુળ ફરીથી જમાવી લેતા હોય છે.
Post a Comment