ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, 100 મીટરની રેસ માત્ર 24.74 સેકન્ડમાં પૂરી કરી

 ભારતીય યુવા દુનિયાભરની ખેલ સ્પર્ધામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે આ યાદીમાં 94 વર્ષનાં ભગવાની દેવીનું નામ પણ ઉમેરાયું છે. ભગવાની દેવીએ આ ઉંમરે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેખાડી દીધું કે સિનિયર સિટિઝન પણ એમ આસાનીથી હાર માને એમ નથી. ચેમ્પિયનશિપમાં ભગવાની દેવીએ ગોલ્ડ ઉપરાંત બે બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યા.

ફિનલેન્ડના ટામ્પરેમાં આયોજિત ચેમ્પિયનશિપમાં હરિયાણાનાં ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો. એટલું જ નહીં, તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં પણ સફળ રહ્યાં. રમતગમત મંત્રાલયે તેમની સફળતા પર કહ્યું હતું કે ભગવાની દેવીએ પુરવાર કર્યું છે કે સફળતાની રાહમાં કોઈ ઉંમર અડચણરૂપ નથી હોતી.

ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો. તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યાં.
ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો. તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યાં.

માસ્ટર્સ એથ્લેટિક્સની શરૂઆત 1975થી
વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1975માં કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી ઉપર આયુ વર્ગના ખેલાડી ભાગ લઈ શકે છે. શરૂઆતમાં માત્ર 5 એજ ગ્રુપને સામેલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ હવે 12 એજ ગ્રુપમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ આયોજિત કરવામાં આવે છે.

પહેલું એજ ગ્રુપ 35થી ઉપરના આયુ વર્ગનું છે. બીજું 40 વર્ષથી ઉપર, ત્રીજું 45થી ઉપર, ચોથું 50 વર્ષથી ઉપર, પાંચમું 55 વર્ષથી ઉપર, છઠ્ઠું ગ્રુપ 60 વર્ષથી ઉપર, સાતમું 65થી ઉપર, આઠમું 70 વર્ષથી ઉપર, નવમું 75થી ઉપર, દશમું ગ્રુપ 80 વર્ષથી ઉપરની વયના લોકો, 11મું ગ્રુપ 85 વર્ષથી ઉપર અને 12મા ગ્રુપમાં 90 વર્ષથી ઉપરના લોકો છે.

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 1975થી શરૂ થઈ હતી, જેમાં 35 વર્ષથી વધુ ઉંમરના ખેલાડી ભાગ લઈ શકે છે.
વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 1975થી શરૂ થઈ હતી, જેમાં 35 વર્ષથી વધુ ઉંમરના ખેલાડી ભાગ લઈ શકે છે.

માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં સામેલ ઈવેન્ટ્સ
આ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સની અનેક સ્પર્ધા સામેલ છે. જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 500 મીટર રનિંગ, શોર્ટ હર્ડલ (80, 100 અને 110 મીટર), લોન્ગ હર્ડલમાં 200, 300 અને 400 મીટર સામેલ છે. આ ઉપરાંત સ્ટીપલ ચેઝ, 4 x100 મીટર રિલે, 4 મીટર રિલે, 5000 મીટર વોક રેસ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, ટ્રિપલ જમ્પ, શોટ પુટ, ડિસ્ક્સ થ્રો, જેવલિન, હેમર થ્રો, હેપ્ટાથલન, હાફ મેરાથોન, 10 મીટર રોડ વોક, 20 મીટર રોડ વોક અને ક્રોસ કન્ટ્રી રેસ સામેલ છે.