રિયાનું કરિયાણાની જેમ ડ્રગ્સનું પણ બજેટ હતું!:સુશાંત માટે જ નહીં, ભાઈ શોવિક માટે પણ ડ્રગ્સની ખરીદી કરતી હતી, ચાર્જશીટમાં થયા અનેક ઘટસ્ફોટ
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને 760 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે 286 પેકની ડ્રાફ્ટ ચાર્જશીટ NDPS કોર્ટમાં આપી હતી. 237 પાનાંમાં 33 આરોપીનાં નિવેદનોની વિગતો આપવામાં આવી છે. તો પેજ 49માં આરોપી નંબર 10 એટલે કે રિયા, આરોપી નંબર 7 એટલે કે તેના ભાઈ શોવિકની ભૂમિકા જણાવવામાં આવી છે.
એનસીબીએ કોર્ટમાં 6272 પાનાંના ડિજિટલ પુરાવા, 2226 પાનાંના બેંક દસ્તાવેજો અને મોબાઈલ નંબરની સીડી પણ જમા કરાવી છે. પુરાવા તરીકે 2960 દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે.
ભાસ્કરના પત્રકારો અક્ષય બાજપેયી અને આશિષ રાયે 286 પાનાંની ચાર્જશીટને વિગતવાર સમજવાનો પ્રયાસ કર્યો હતો. તે આધાર પર આરોપી નંબર 10 એટલે કે રિયાની ભૂમિકા જણાવી રહ્યા છીએ. બીજા રિપોર્ટમાં ભાઈ શોવિક અને લોકો વિશે કહેવામાં આવશે.
તો ચાર્જશીટના પોઈન્ટ નંબર 63માં લખ્યું છે કે 17 એપ્રિલ, 2020ના રોજ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકે, દીપેશ સાવંતને કૈઝાન ઈબ્રાહિમ પાસેથી ચરસ અને ગાંજો લેવા માટે કહ્યું હતું. માઉન્ટ બ્લેન્ક બિલ્ડિંગ પાસે આ ચરસ અને ગાંજાની સાંજે ડિલિવરી થઈ હતી. દીપેશે કૈઝાનને આ માટે 7 હજાર રૂપિયા આપ્યા હતા. આ પૈસા તેને રિયાએ આપ્યા હતા. રિયા કરિયાણા અને ગાંજાની ખરીદી માટે દીપેશ સાવંતને અલગથી પૈસા આપતી હતી.
પોઈન્ટ નંબર 78માં લખવામાં આવ્યું છે કે, રિયા ડ્રગ્સના ફાઈનાન્સથી લઈને તેના મેનેજમેન્ટ સુધીનાં તમામ કામ કરતી હતી. 16 માર્ચે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતાં પહેલાં રિયા ચક્રવર્તીએ તેના ભાઈઓ શોવિક, સેમ્યુઅલ, દીપેશ સાવંત અને અન્ય લોકો સાથે મીટિંગ કરી હતી.
તો ડ્રગ્સની ખરીદી કરતાં પહેલાં એની શું કિંમત છે, એના પૈસા કોણ ચૂકવશે અને ડિલિવરી પર પણ ચર્ચા કરવામાં આવતી હતી. આ પોઈન્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિયાએ કરિયાણું અને ગાંજો લેવા માટે દીપેશને 7 હજાર રૂપિયા આપ્યા હતા.
NCBના જણાવ્યા અનુસાર, આ NDPS એક્ટનું ઉલ્લંઘન છે. એનસીબીનો આરોપ છે કે રિયાએ તેના ઘરે ડ્રગ્સની ડિલિવરી લીધી હતી. તેના ઘરે ડ્રગ્સનો સંગ્રહ પણ કર્યો હતો. ડ્રગ્સ માટે પૈસા પણ ચૂકવ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે રિયા ડ્રગ્સના વેપારમાં એક્ટિવ હતી અને તેના ભાઈએ આ કામમાં રિયાને સંપૂર્ણ મદદ કરી હતી.
પોઈન્ટ નંબર 132માં લખ્યું છે કે પાંચ લોકો દ્વારા ડ્રગ્સ સુશાંત સુધી પહોંચતું હતું. પ્રથમ ડ્રગ-પેડલર અનુજ કેસવાની તેને કૈઝાન ઈબ્રાહિમ સુધી પહોંચાડતો હતો. આ પછી તે સુશાંતના ઘરઘાટી દીપેશ સાવંત પાસે પહોંચતો હતો. દીપેશ પાસેથી શોવિક કે રિયા સુધી અને રિયા દ્વારા સુશાંત સુધી આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું.
આ ત્રણ એજન્સી ઉપરાંત મુંબઈ અને બિહાર પોલીસે પણ આ કેસમાં તપાસ કરી હતી. મુંબઈ પોલીસે સુશાંતના મૃત્યુને આત્મહત્યા ગણાવી છે .બિહાર પોલીસે કહ્યું કે મુંબઈ પોલીસે અમને તપાસ કરવા દીધી નથી.
Post a Comment