કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો દૂધસાગર ધોધનો વીડિયો, જોઈને તમે પણ કહેશો..આ છે ધરતી-સ્વર્ગનું મિલન
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંથી ભાગ્યે જ કોઈ પાછા આવવાં નું પસંદ કરશે. આવું જ એક સુંદર દ્રશ્ય આ સમયે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં ગોવાના દૂધસાગર ધોધના વાયરલ વીડિયોએ દરેકના મન મોહી લીધા હતા. જેણે તેને જોયું તેણે તેને સ્વર્ગ અને પૃથ્વીનું મિલન કહ્યું.
ગુરુવારે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ દૂધસાગર ધોધનો વીડિયો શેર કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ આ ધોધનો વીડિયો ‘કુ’ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. 1017 ફૂટની ઊંચાઈએથી પડ્યા પછી તે ચાર પ્રવાહમાં વિભાજીત થઈ જાય છે.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ શેર કરેલા વિડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું- જ્યારે સ્વર્ગ પૃથ્વીને મળે છે. દૂધસાગર વોટર ફોલ્સ ગોવા. આ દેશનો સૌથી સુંદર વોટર ફોલ છે, જે કર્ણાટકના ગોવા અને બેલગામના રેલ માર્ગ પર સ્થિત છે. તેણે લખ્યું કે જો તમે પણ કુદરતનો ચમત્કાર જોવા માંગતા હોવ તો એકવાર આ જગ્યા પર અવશ્ય આવો.
આ વિડિઓ સોશિઅલ મીડિયા માં ખુબ વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે ચોમાસા દરમિયાન આ દૂધસાગર વાટૅર ફોલ્સ માત્ર એક અલગ સ્વરૂપમાં જ દેખાય છે. આ વોટલ ધોધ ચારે બાજુથી જંગલથી ઘેરાયેલો છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. દૂધસાગર ધોધ એ ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે.
તે પણજીથી રોડ માર્ગે 60 કિમી દૂર છે અને મડગાંવથી લગભગ 46 કિમી પૂર્વમાં અને બેલગાવીથી 80 કિમી દક્ષિણે બેલગાવી-વાસ્કો દા ગામા રેલ માર્ગ પર સ્થિત છે. દૂધસાગર ધોધ 310 મીટર (1017 ફૂટ) ની ઊંચાઈ અને 30 મીટર (100 ફૂટ) ની સરેરાશ પહોળાઈ સાથે ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે.



Post a Comment