સુરતની સૃષ્ટિ એ દેશ માં ગુજરાત નું નામ કર્યું રોશન… દેશમાં ત્રીજા ક્રમે આવી, સંઘવી પરિવારની ચોથી CA…
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ICAI ફાઈનલના કોર્સનુ રિઝલ્ટ જાહેર કર્યુ છે. સીએની અધિકારિક વેબસાઈટ icai.org અને icai.nic.in પર આ પરિણામ જોવા મળશે. મુંબઈના મીત શાહે સીએની પરીક્ષામાં બાજી મારી છે. તેણે સીએની પરીક્ષામાં ટોપ કર્યુ છે. તો બીજા ક્રમાકે જયપુરના અક્ષત ગોયલ છે. અને ત્રીજા સાથે સુરતની સૃષ્ટિ કેયુરભાઈ સંઘવીએ બાજી મારી છે.
સીએના પરિવારમાંથી આવે છે સૃષ્ટિ
સૃષ્ટિ સંઘવીએ સીએની પરીક્ષા પાસ કરીને દેશનુ નામ રોશન કર્યુ છે. સૃષ્ટિ સંઘવી સીએ પરિવારમાંથી આવે છે તેવુ કહેવુ વધુ યોગ્ય ગણાય. કારણ કે, તેના પરિવારના અનેક સદસ્યો સીએ છે. તેના દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે.
કેવી રીતે પાસ કરી પરીક્ષા
આ સફળતા કેવી રીતે મેળવી તે વિશે સૃષ્ટિ કહે છે કે, પરિવારમાં અનેક લોકો સીએ હોવાથી મને બાળપણથી જ તેમનુ ગાઈડન્સ મળતુ. તેથી જ હું એ દિશામાં કરિયર બનાવવા પ્રેરાઈ. મને ક્યારેય પરિવારમાંથી સીએ બનવા ફોર્સ કરવામાં ન આવી. મેં જ નક્કી કર્યુ હતું કે મારે સીએ બનવુ છે. સીએની ઇન્ટરમિડીયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. તે સીએની તૈયારી માટે રોજના 10 થી 12 કલાક ફાળવતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.
દેશને નવા 12,449 સીએ મળ્યાં
ગ્રૂપમાં A માં 66,575 કેન્ડિડેટ્સે પરીક્ષા આપી હતી, જેમાંથી 14,643 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. તો ગ્રૂપ B માં 63,253 ઉમેદવારોમાઁથી માત્ર 13,877 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. બંને ગ્રૂપમાં પાસ થયેલા 29,348 સ્ટુડન્ટ્સમાંથી 3,695 સ્ટુડન્ટ્સ CA બન્યા છે. કુલ મળીને 12,449 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દેશને મળ્યા છે.
સીએ ફાઈનલના રિઝલ્ટમાં મુંબઈનો મીત શાહ ટોપર રહ્યો છે. મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય મીત શાહે નેશનલ લેવલ પર ટોપ કર્યુ છે.




Post a Comment